ધક્કો મારશે

13 માં 58

58
કિલોમીટર્સ…રાજકોટ-જલાધામ(વિરપુર) સિમ્પલ લોંગ વોક..અબાઉટ 13 અવર્સ- તેર કલાક…
ખરેખર હમણા ગિરનાર
પર દત્તાત્રેય ભગવાનનાં દર્શન કરીને ભરતવન-સેસાવનના લોંગ રુટ પરથી ઉતર્યો હતો છતાં
જેટલો દુખાવો ન’તો થયો એટલો થાક આ ડામર રોડ પર, છુટા છવાયા સ્ટોપ લેતાં-લેતાં અને
અમારા જેવાં પગપાળા યાત્રાળુઓની સેવા કરીને ખુદ મોટું કામ કરી જાણાનારા અજાણ્યા
મિત્રો પાસેથી ગરમ પાણીમાં પગની માલીશ કરાવતાં-કરાવતાં, આખી રાત ફક્ત સીધા રસ્તા
પર ચાલ્યે જવામાં વધારે દુખાવો અને થાક લાગ્યો.
બટ, નો ડાઉટ, ઇટ વોઝ
અ રેર એક્સપીરીયન્સ..
હું તો કહું છું કે
તને કોઇ એવો મળે જેને થોડી હવા હોય અથવા તું ખુદ પોતાને હવા હોવાનાં વાદળો પર
વિરાજતો હોય તો આ વોક લઇ જોજે.. ઇટ્સ એ ડેરીંગ ચેલેન્જ દોસ્ત..અને મને આ ચેલેન્જ
ફુલફીલ કરવા માટે ખુદ પર માન અને ગર્વ છે.
હજી મારા તળીયાના
ફોડલા મને બરાબર ચાલવા નથી દેતાં, હજી મારી કમર મને બરાબર ઉભી અને બેસવા નથી દેતી,
મારા સાથળ મારા અપર બોડીનો વજન ઉપાડવામાં ઠાગાઠૈયા કરે છે ત્યારે જ મને થયું કે
અત્યારનાં મારા વિચારો ટાંકી લેવા વધારે યોગ્ય રહેશે અને મારા આ એક્સપીરીયન્સે મને
શીખવાડ્યું કે ગમે તેવી મોટી..ગમે તેવી એટલે કે ગ…..મે તેવડી મોટી મુસીબત,
કસોટી, ડખો આપણા પર આવી પડે ત્યારે આપણી તાકત, આપણા જીહજુરીયાઓ, આપણા
વડીલો-દોસ્તો-સગા-સંબંધીઓ આપણા એટલા કામ નહીં આવે જેટલું આપણું જીગર, આપણો
વ્હીલપાવર, આપણી અંદરનો લડી લેવાનો ભડકો કામ આવશે.
દોસ્ત, ખુદ પરની
શ્રધ્ધા જબરી વસ્તું છે.