ઉછાંછળું

આ ધૂણી છે જ એવી..

આ વાતની, તને અને તારી કઝીન અદિતીની ખાસ નહીં એવી ફ્રેન્ડ બુલબુલનાં
પાડોશી નિશાંતને પણ ખબર છે કે મને ગુજરાતી ભાષા ગમે છે, પણ આ વાત થોડી આગળ વધારતાં
પહેલાં એક વાત કહું તને જે હું આમદોર પર કરતો રહેતો હોઉં છું એવી એમ જ આડીઅવડી
બેઇઝ વગરની નથી પણ મેં પોતે અનુભવેલી છે અને હું તને કહીશ એટલે તું પણ મારી સાથે
સહમત થઇશ; નવું-નવું ગીટાર વગાડવાનું ચાલું કર્યું એટલે મારી બેટી આંગળીયું છ
માંથી કઇ સ્ટ્રીંગ પર ફરી ગઇ એ સાલ્લું ત્યાંને ત્યાં જોતાં હોઇએ તો પણ ખબર ન પડે,
પછી ધીમે-ધીમે થોડી કાબૂમાં આવી, પછી હજુ વધારે ધીમે-ધીમે ક્યારેક-ક્યારેક એની જાતે
વિના નજરની તાક-જાકે તાલમાં ઘૂમવાં લાગી અને સંગીત (કર્ણપ્રીય!) બજવા લાગ્યું…

ટૂંકમાં ‘પકડ’ એ કંઇક એવી ચીજ છે કે જે વસ્તુંને વહેવડાવી દે છે. ન
સમજ્યો?..ઓકે, હવે નહીં ચાલે, મારે તારા લેવલ પર આવીને જ વાત કરવી પડશે..યુ
હાઇક્લાસ પીપલ યાર..અમારી તડ-ફડ સમજી જાવ તો તો પેરીસ હીલ્ટનને ખોટું ન લાગી જાય..!
મૂળ વાત પર આવીએ, કોઇ ચીજને તમે એકવાર હસ્તગત કરી લેશોને એટલે શું થવા
લાગશે ખબર છે..તમે એ ચીજ સાથે રમવા લાગશો, તમારી એ ચીજ પરની પકડથી એ ચીજ તમારાથી
વિના કોઇ ઘર્ષણથી વહેતી હવાની થવા લાગશે..ના, વધારે ઇમ્પ્રેસ થવાની જરૂર નથી હજી
ગીટાર એ મારા માટે એ ચીજ નથી બની, ઓન ધ વે છું પણ જ્યારે એવું થશે ત્યારે સૌથી
પહેલા તને જ કહીશ હોંને.! જોકે હાલની વાત કરું તો મારા માટે આવી એક ચીજ છે જેના પર
મારી હથોટી છે અને એ ચીજ છે ‘ગુજરાતી.’
મોઝાર્ટની આંગળીઓ જેમ પેલી કાળી-ધોળી કી પર નાચતી એમ મારી જીભનાં
ટેરવાં પર ગુજરાતી નાચે છે, મારા માટે ગુજરાતી ગૌમુત્ર અને ગંગાજલના મોકટેલ કરતાં
પણ વધારે પવિત્ર છે મારો અને ગુજરાતીનો સંબંધ પેલા જોકર અને મેક્-ડીનાં સંબંધ
કરતાં પણ ગહેરો છે અને એટલે જ ગુજરાતી સાથેનું કંઇ પણ મને હંમેશા ‘વહેતું’ જ
લાગવાનું, જાણે કે તાળવા અને જીભ વચ્ચે ડેરીમીલ્ક સીલ્ક…
તો આ બધું ભાષણ છેડવાનું મૂખ્ય, મૂળ કારણ એ હતું કે હું નથી માનતો કે
ગુજરાતી ભાષાને દસ કિસ્સી આપીને અગીયારમી આપતાં જરા પણ ન ખચકાય એવા મારા અને
તારા(આઇ ગેસ!) જેવા દિલથી ગુજરાતી લોકોની દુનિયામાં કમી નથી તો જ્યારે પણ તારામાંથી
કે તારી આસપાસનાં કોઇ પણ સડેલ ટટ્ટુને એમ લાગે કે, ‘અરરર્ છી..ગુજરાતી!! હાવ ચીપ..’
તો એવાઉ ની માંને………..
મારા પ્રણામ અને હલકી અમસ્તી ટકોર કે તારા જેવા ભેંઇસનાં ઉપરથી સૂકાયેલાં
પોદરાની અંદર વસવાટ કરનારાં નનકડાં અમસ્તાં કાળા કીટનાં ‘અરરર્’ કહેવાથી ગુજરાતીને
કંઇ ફેર પડતો હોય તો એમ.જે. ફરીથી જીવતો થઇને મૂન વોક કરવા લાગી જાય, સમજ્યો..!?
સો ફીકર નોટ, એવા દરેકને મારા વતી કહીં દે’જો કે ભૈલા, તારા પર કોઇ જ પ્રકારનું ભૂંગરું
ભાંગેલું નથી તો અહીંથી તારી ‘કંકાવટી’ ખસકાવ કેમ કે અહીંની ધૂણી તો બાપલીયા તારા
વગર પણ ધખતી જ રહેવાની..!!