આવું હોતા હશે, હંહ!

આ નકામું- આ કામનું.

છબછબીયા કર, એકબીજા પર ખોબે, ખોબે પાણી ઉડાળ, ધક્કા દે એકબીજાને;
ગમશે, ત્યાર પૂરતું, તરત ચોથે દિવસે એ કંઇ જ માયને નહીં લાગે, ભૂલી જઇશ- આ કંઇ જ
કામનું નહીં, બિલકુલ નકામું.
દૂર કિનારેથી ‘લાવને તરું!, લાવને તરું!’નાં અંદરથી આવતાં અવાજને
દબાવીને, ‘સનસેટ જોયો! How soothing it was!’નાં ઢોંગી
ઉદગારો સાથે ન તર્યાનો પસ્તાવો સદાને માટે સાથે લઇ જા, ક્યારેય નહીં ભૂલાય, જ્યારે
પણ એ ટ્રીપ યાદ આવશે એટલે
પસ્તાવાની પેલી તીખી નોકવાળી સ્ટરીલાઇઝ્ડ સોય તારા
પછવાળામાં ભોંકાશે- આ કામનું.
ચાર માથાળાનાં, હિલ્લોળા લેતાં પાણીમાં નાક બહાર રાખવાની તકલીફ વચ્ચે
ઉધરસમાં અંદર ઉલેચાતી જતી ખારાશને ફાટી ગયેલી આંખોમાંથી બહાર કાઢતો રહે, અંદર જતાં
પાણીથી ભરાતી જતી શ્વાસનળીમાંથી બહાર ન આવી શકતી ‘બચાવો!, બચાવો!’ની રાળો અને
મધદરીયે તરવાનાં આવા ખોટા ઉપાળા કરવા માટે પોતા પર ભાંડવા માટે ન નીકળી શકતી ગાળો
વચ્ચે, થોડી-થોડી જૂની યાદો વચ્ચે શરીર પરનો કાબૂ છૂટતો જાય- આ કામનું.