About मी

હું દેવાંગ નથવાણી. આમ ઓફિશીયલી મેં લખવાનું શરૂ કર્યું, 20 મે, 2012. vykt.blogspot.in થી.
પણ હું એ પહેલાં ઘણા સમયથી લખું છું.
શું લખું છું? – કંઇ પણ.
શા માટે? – અકારણ.

vykt.blogspot.in નાં ‘એબાઉટ મી’માં એક લાઇન લખી હતે મેં, જે મને બહું ગમે છે, કંઇક આવી છે એ લાઇન- ‘વિચારોની મગજમાં ચાલતી ધમાચકડીને કાગળ પર ઉતારવાની કળામાં ખૂદને પાવરધો સમજું છું.’

આજેની આ ટેકી, ફાસ્ટ લાઇફમાં તને અને મને ઘણી-ઘણી ખબર પડે છે, ઘણા-ઘણા સમાચાર મળે છે, ઘણા-ઘણાની સમજણ પડે છે જે કદાચ આપણાથી પેલાની પેઢીને આપણી ઉંમરે નહોતી પડતી. પણ એમને એક વસ્તુંની ખબર હતી કે; વધું સમજણ વધું ગેરસમજ ઉભી કરી અને વધું ગેરસમજ વધારે સમસ્યા ઉભી કરે.
પણ હવે નછૂટકે કે પછી જાણી જોઇને આપણે ખૂદને વધુંને વધું આ સોશ્યિલ નેટવર્કનીં, ટચ સ્ક્રીનની, વાયર લેસની દુનિયામાં ખૂંપાવતાં જ ગયા છીએ અને એણે આપણા જીવનમાં ગેરસમજ અને સમસ્યાઓનાં એવીતો ધમાચકડી ચલાવી છે કે ન પૂછો વાત!

અને એમાં પણ ઓછામાં પૂરું, હું તો કામથી પણ સોફ્ટવેર એન્જીંનીયર છું!!
પણ અંતે એક સોલ્યુશન નીકળ્યું, વિયુક્ત, viyukta.com. મેં વિચારોની મગજમાં ચાલતી ધમાચકડીનાં ફ્લોને વિયુક્ત, viyukta.com પર ડાયવર્ટ કરી દીધો!

મને વાંચવું, લખવું, મુવીઝ જોવાં, સોંગ્ઝ સાંભળવાં, ટ્રેકીંગ કરવું, થોડી-ઘણી એક્સરસાઇઝ કરવી(રેગ્યુલર નથી, જોકે!), રસોઇ કરવી, ગાઠીયા ખાવા આ બધું ગમે છે.

મને ઓળો-રોટલો, ચા-રોટલી, મેગી, ચણાનાં લોટનાં પુડલાં, ભજીયા, પાણીપુરી(પકોડી), પીઝા(બહારનાં ઓછાં), પંજાબી, સાઉથ ઇન્ડીયન, મેક્સીકન(અમુક આઇટમ) આ બધું ભાવે છે.

મને એવો વહેમ છે કે મેં ઘણી બુક્સ વાંચી છે! જે હોય તે, પણ એમાંની અમુક છે, જહોની ગોન ડાઉન બાય કરન બજાજ, ધ વ્હાઇટ ટાઇગર બાય અરવિંદ અડીગા, શીવા ટ્રાયોલોજી, સ્કીયોન ઑફ ઇક્ષ્વાકું બાય અમિશ ત્રીપાઠી, મોતિચારો સંપાદક ડો. વિજળીવાળા, પાટણની પ્રભુતાં, જય સોમનાથ, કૃષ્ણાંવતાર બાય ક. મા. મુનશી, ફાસલો, નિરજા ભાર્ગવ, આયનો, કસબ બાય અશ્વિની ભટ્ટ, ધ કેચર ઇન થે રેય બાય જે. ડી. સેલીંન્જર, ટુ કીલ અ મોકીંગ બર્ડ બાય હાર્પર લી, ધ શેડો ઓફ ધ વિન્ડ બાય કાર્લોસ રુઇઝ, ઇફ ગોડ વોઝ અ બેન્કર બાય રવિ સુબ્રમનિયન.
એક વળી લખી પણ છે. – જુવાળ

ડાઉનલોડ કરવા માટેની લીંક છે:
અને જોવા માટે, પ્રીવ્યુ માટેની લીંક છે:

‘જુવાળ’

મુવીઝ તો સો ટકા મેં ઘણા જોયા છે, વિધાઉટ એની વહેમ. એમાંનાં અમુક છે- પલ્પ ફિક્શન બાય ક્વેન્ટીન ટેરેન્ટીનો, અમેરીકન બ્યુટી બાય સેમ મેન્ડેઝ, લીટલ મીસ સનસાઇન, રુબી સ્પાર્ક્સ બાય જોનાથન ડેટોન એન્ડ વેલરી ફેરીસ, ધ મેજીક ઓફ બેલ આઇલ, ધ બકેટ લીસ્ટ બાય રોબ રેયનર, પરફ્યુમ બાય ટોમ ટાઇકવર, બિફોર સનસેટ, બિફોર સનરાઇઝ, બિફોર મિડનાઇટ, બોયહુડ બાય રીચાર્ડ લિન્કલેટર, ડાર્ક નાઇટ, ઇનસેપ્શન બાય ક્રિસ્ટોફર નોલન, અ વેડનસ ડે, સ્પેશીયલ 26 બાય નિરજ પાન્ડે, વેકઅપ સીડ બાય અયાન મુખર્જી, ઝીંદગી ના મિલેગી દોબારા બાય ઝોયા અખ્તર, રોકેટ સીંગ બાય સિમિત અમીન, રોકસ્ટાર, લવ આજકલ, હાઇવે બાય ઇમ્તીયાઝ અલી, અપ, માડાગાસ્કર સીરીઝ, ટેંગલ્ડ, ફાઇન્ડીંગ નીમો, ધ સિકરેટ લાઇફ ઓફ વોલ્ટર મિટી બાય બેન સ્ટીલર, ધેર વિલ બી બ્લ્ડ, ધ માસ્ટર બાય પોલ થોમસ એન્ડરસન, ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ, ધ ડિપાર્ટેડ, શટર આઇલેન્ડ બાય માર્ટીન સ્કોરસેઝી……… આ લીસ્ટ ઘણું..ઘણું..ઘણું લાંબુ હશે, પણ અત્યારે આટલા યાદ આવ્યા તો આટલા લખ્યા છે.

બાકી તો બસ મને મારું સોફ્ટવેરનું કામ ગમે છે, ઇન ફેક્ટ ઘણું ગમે છે. મારી લાઇફ ગમે છે. મારા લોકો મને ગમે છે. બીજા લોકો ગમે છે. કંઇક નવું કરતું રહેવું ગમે છે. વચ્ચે-વચ્ચે વિયુક્ત થવું ગમે છે. જીવવું અને જીવતાં રહેવું મને ગમે છે—

ફેસબુક અકાઉન્ટ https://www.facebook.com/devang.nathwani
ફેસબુક પેઇજ – જરાક ખસો તો. http://fb.me/Jarak.Khaso.To