About वियुक्त

વિયુક્ત- અડગું, છુટ્ટું.

સમાજ, સંબંધો, સોશ્યલ નેટવર્કીંગ સાઇટો, નિયમો, જવાબદારીઓ, બંધનો, દબાવો, જુઠ્ઠાણાઓ, દેખાડાઓ, મુખોટાઓ, અજંપો, અશાંતિ, ડર-

મને શું લાગે છે ખબર છે!?; મને લાગે છે કે વચ્ચે-વચ્ચે મારે અને તારે આ બધાથી થોડું અડગું-વિયુક્ત થવાની જરૂર છે હવે.
કોની વચ્ચે-વચ્ચે? – આવા બધા પતલા-પતલા તાતણાંઓથી, ફરતી બાજુએથી ગૂંથાતી જતી અને અંદર આપણને ગૂંગડાવતી જતી આપણી આ એકધારી ચાલ્યે જતી મોનોટોનસ લાઇફની વચ્ચે વચ્ચે.
કેમ હવે? – સિમ્પલ, કેમ કે પેલાં ક્યારેય નહીં પણ હવે બુધ્ધિનાં તપેલાં પર સમજણનો ચમચો ખખડ્યો એટલે! હેહેહે…!!!

આ વિયુક્તની એટલે કે viyukta.com ની વાત કરું તો, એ બાપા નથી, સંતાન છે.
મતલબ કે એનો જન્મ વ્યક્તથી એટલે કે vykt.blogspot.in થી થયેલો અને હવે આ બાપ કરતાં સવાયા બેટાનાં મિજાજમાં વિયુક્ત, viyukta.com તને આ થોડી ખોટી અને ક્યાંક ખાટી પોતાની સાથે તને અને મને લઇને ઘસેડ્યે જ જતી જીંદગીનાં એકધારા પ્રવાસથી થોડો અલગ, અડગો, વિયુક્ત અનુભવ કરાવશે.

અહીં લખાયેલી એક-એક વાર્તા, ઘટનાં, લેખ, પોસ્ટ, આપવીતી એ સાચા હોય કે મારી કલ્પનાં હોય, એ મેં જે-તે સમયે લખતી વખતે જીવેલાં છે, એ મારો ભાગ છે.

મને પોતાની જાતને મારા એકધારા કામથી, એકધારી શ્વાસોની ઉતર-ચડથી વચ્ચે વચ્ચે વિયુક્ત કરવો રહેવો પસંદ છે, અને એ પસંદગીનું પરીણામ એટલે; વિયુક્ત.