વિચારતું કરશે

અઘરું છે.


આતો હજી સહેલું હશે પણ હું તને કહું શું અઘરું છે?…અઘરું છે ભાનમાં
રહેવું.

હા,
ભાનમાં રહેવું અઘરું છે. હું દરેક વખતે કે’તો રહેતો હોઉં છું; શબ્દાર્થ નહીં
ભાવાર્થ પકડ. અગેઇન ભાવાર્થ પકડ..‘ભાનમાં’ એટલે અહીં રહેવું..અગેઇન ‘અહીં’ એટલે
‘ઇન ધ મોમેન્ટ’ રહેવું અઘરું છે. અત્યારે હું એવા મોમેન્ટ્સની વાત નથી કરતો જે
આપણે ખરેખર ભાનમાં ન આવી જાય એની બીકે જસ્ટ અમસ્તાં આપણી જાતને લોલીપોપ ચગળાવવાં
ખાતર વીતાવી દેતાં હોય છીએ જેમ કે, મુવી જોતા હોય ત્યારની મોમેન્ટ્સ, વીહીકલ ડ્રાઇવ
કરતાં હોય ત્યારની મોમેન્ટ્સ, બુક્સ, પછી એ નોન-ફીક્શન હોય તોએ ભલે, વાંચતાં હોઇએ
ત્યારની મોમેન્ટ્સ, ફેમીલી-દોસ્તો સાથે પીકનીક પર હોઇએ, ચેટીંગ કરતાં હોઇએ,
પોસ્ટ્સ કરતાં હોઇએ ત્યારની મોમેન્ટ્સ..આ બધું તો કેનાં જેવું થયું કહું તને?…કોઇ
ચરસીને વળી ક્યાંકથી આત્મસાત થાય કે ચરસ સારી વસ્તું નથી અને એ ચરસ મૂકીને ગાંજાનું
‘સ્વાસ્થ્યવર્ધક’ સેવન ચાલું કરે એના જેવું!
મને
અને તને ખબર છે કે આપણે જ્યારે ભાનમાં આવશું તો કંઇક એવા સવાલો ઉભા થશે જેના જવાબ
શોધ્યા સીવાય પછી ચેન નહીં પડે, કંઇક એવું સામે આવશે જેનાથી ભાગવું પણ ભારે થઇ
પડશે. આ ‘ભાન’ ભારે ભયંકર વસ્તું છે, આઇ ટેલ યુ..
કોઇ
પૂછે કે, ‘અરે..આ રવીવારે તો તું ફ્રી હોઇશ નહીં, ઘણા સમયે તારે કંઇ જ કામ નથી
હોવાનું આ રવીવારે, તો શું પ્લાન કર્યો છે?’, ‘અરે આ રવીવારે તો ફાઇનલી..ત્રણ-ચાર
વખતનાં ફેઇલ પ્લાનીંગ પછી, ગાર્ડનીંગ કરવાનો છું, અરે મેં તો નર્સરીમાંથી પ્લાનટ્સ
અને ખાતર-બાતર પણ લઇ રાખ્યું છે, બસ હવે રવીવારની જ દેર છે.’
ટ્રસ્ટ
મી, આપણે કંઇકને કંઇક એવું શોધી જ લઇશું જે આપણને આપણાથી દૂર રાખી શકે અને એને કંઇક
ને કંઇક નામ પણ આપી દઇશું, જેમ કે, જવાબદારી, આદત, ઊંઘ વગેરે..વગેરે…અને પછી એ
તો એના જેવું થયું કે તું હોનોલુલુ નથી ગયો કે નથી નકશામાં ક્યાંય જોયું કે નથી
એના વીશે તને કશી જ ખબર તો પછી એ એક્સીસ્ટ કરે છે કે નહીં, એની પોપ્યુલેશન કેટલી
છે, ત્યાંનું વેધર કેવું રહે છે..આ બધા સાથે ક્યાંથી તારે કંઇ નીસબત હોવાની?
જ્યારે તું કદી પોતાનાં સુધી પહોંચ્યો જ નથી, તેં પોતાને કદી જોયો જ નથી, તું તને
જાણતો જ નથી, તો પછી તું કયા સંજોગોમાં શું કરી શકે, તું ક્યારે તૂટી કે પછી
ક્યારે સંભળી શકે, કઇ હદે પહોંચ્યા પછી તું કઇ હદો વટાવી જાય..આ બધા સાથે ક્યાંથી
તારે કંઇ નીસબત હોવાની??
પણ તું
અને હું, આપણે ‘ભાન’માં એટલે જ તો નથી રહેતા કે આપણે ‘આવા’ બધા સાથે કંઇ નીસબત
રહે? કેમ કે જ્યારે, માય ફ્રેન્ડ, ક્યારે પણ, ભૂલથી પણ ભાનમાં આવી જવાયું, આમાંથી
એકાદા સવાલ સાથે પણ પનારો પળી ગયો, એકાદ પળ માટે પણ, ત્યારે બધું અપ સાઇડ ડાઉન થઇ
જવાનું, ત્યારે અત્યાર સુધીનાં બધા ‘મેળવી’ દીધેલાં, ‘ફીટ’ બેસાડી દીધેલાં હીસાબનાં
ચોપડા ખૂલવાનાં, બધો ‘કાળો’ વ્યવહાર છતો થવાનો, પસીનાંનું ટીપું વાળમાંથી ટપકીને નીચે
પડવાને બદલે ઉપરની બાજું જતું રહેવાનું…
અઘરું છે
દોસ્ત..અઘરું છે..