બસ એમ જ

અહીંયા.

ફરીને આવીશ, ફરી-ફરીને આવીશ-

કેમકે,

હું અહીંયા વસુ છું,

અને અહીંયા જ શ્વસું છું-

અહીંયા જ યાચું છું,

અને અહીંને જ પ્રાર્થુ છું-

ગયો હતો, ફરીથી પણ કદાચ જતો રહીશ,

પણ આવીશ- ફરીને આવીશ-

અહીં જ વસવાં, અહીં જ શ્વસવાં,

અહીં જ ઉંચે હિંચકવાં,

સપનાનાં બેલગામ ઘોડાને ધતૂરો સૂંઘવવા,

યાચવાં, પ્રાથવાં-

અહીંનો જ છું,

આંખોને હળવેકથી મીંચવા, ત્યાં ઉંડે તળીયેથી કશુંક સીંચવા-

આવીશ. અહીંયા.