ચોખ્ખું ચટ્ટ

આમા નહીં તો- બહીં તો ન હોય.

એક વાત ગળે બાંધ, ઠાઠે બાંધ, નાકે બાંધ,
નખે બાંધ જ્યાં બાંધવી હોય ને તારે ત્યાં બાંધી લે, પણ જે’દિ ભૂલ્યો તે’દિથી આલી
કોર દેખાતો નહીં બસ!
કોઇક કડક, કોઇક વપરાયેલો થોડો ઢીલો, કોઇક
લીલો, કોઇક પીળો; છે તો બસ કાગળીયો, રૂપિયા, ખનખનીયા, ફદિયા, નાણા, નોટો, ગાંધીજી,
હરીપત્તી તું એને જે કે’તો હોય એ પણ અંતે એ એક લંબચોરસ કાગળીયો જ છે. મને પણ ખબર
છે હોં વધારે ડાયું થવાની જરૂર નથી કે, એ ‘કાગળીયા’ વિના કંઇ જ શક્ય નથી, આ
ત્તેવીસ દિવાળીયું એમ ને એમ ટેટા ફોળીને નથી કાઢી સમજ્યો! હું પણ જાણું છું કે લાઇફની
દરેકે-દરેક જરૂરીયાત સંતોષવા માટે એજ કામમાં આવે છે અને એનાં વિના કંઇ જ નથી.
પણ દોસ્ત એક વસ્તું છે જેની સામે આ કાગળના
ડુચ્ચા જ છે બસ! એ શું છે ખબર છે, ‘નમ્રતા.’
તું નમ્ર નથી ને હેં તો તું કંઇ જ નથી,
સમજાય છે આ વાક્ય, ઉતરે છે મગજમાં વાત! તારી પાસે બીજું શું-શું છે કે શું-શું નથી
એ જોવાનો-જાણવાનો કોઇ જ મતલબ નથી બનતો. એક્ચ્યુઅલી, જો તું નમ્ર નથી ને તો તું મારી
દ્રષ્ટિએ તું શ્વસવાને પણ લાયક નથી, બાબુલાલ!
નમ્રતાએ શું છે ખબર છે, લે તને સમજાવવા એક
વાત કરું; તે કેસર વિશે તો ખબર જ હશે. ના, ડોબા એ સ્ટાર પ્લસવાળી સીરીયલની વાત નથી
કરતો. સેફરન, કેસરની વાત કરું છું. તને ખબર છે, એક કિલો ફૂલમાંથી કેટલું કેસર
નીકળે, 12 ગ્રામ! પણ મુખ્યવાત આ નથી. મુખ્ય વાત એ છે કે કોઇ ફૂલ એવું નહીં હોય કે
એમાંથી કેસર ન નીકળે!!
કશું ટપ્પા પડ્યા? મતલબ કે ક્વોન્ટીટી
સાથે કોઇપણ જાતનાં નહાવા-નીચોવવાનાં સંબંધ નથી. કોઇ એક ફૂલે ક્યારેય એ ચીંતા
કરવાની જરૂર નથી કે, ‘લે, આલે મારા 0.3 મીલીગ્રામ કેસરથી શું થવાનું!’ કંઇ ને કંઇ
તો થવાનું જ. નમ્રતાનું પણ કંઇક આવું જ છે, તારી પાસે કેટલી છે એનાથી કોઇ જ ફરક
પડતો નથી પણ હોવી જ જોઇએ, ફેર ત્યારે પડે છે કે જો ન હોય! અને એ ફેર એવો ફેર છે કે
જે તને ચરમથી સરમ સુધી પહોંચડા માટે પૂરતો છે.
જો તું વડીલો સામે ન જૂકી શક્યો, જો તું સ્ત્રીઓનું
માન ન જાળવી શક્યો તો મારી પાસે એક આઇડીયા છે, – જ્યાંથી નીકળો છો ને ત્યાં પાછો
ઘૂસી જા!
મા કસમ, કંઇ જ વધારે મહત્વનું નથી. નમ્ર
રહેવા કરતાં! લાસ્ટ વોર્નિંગ, બનીજા જે, નહીંતો…