સાદું-સીધું

એમનું એમ

સીક્કા ખોવવા એ નવી વાત નથી, બટન તૂટવા એ નવી વાત નથી

જીભ બળવી એ નવી વાત નથી, બેટરી ડાઉન થવી એ નવી વાત નથી

નવું એ હશે જો કોઇ યુઝ એંડ થ્રો પેપરથી બે વખત હાથ લૂછી લે,

નવું એ હશે જો કોઇ બીજાનાં સૂચવ્યાં વીના સ્કૂટરને ડબલ સ્ટેન્ડ પર રાખે,

જિંદગી રોજીંદી જ છે; ટેવ, મળતાં લોકો, લીફ્ટનાં બટન, રસ્તાનાં સ્પીડ બ્રેકર, શૂઝ્ની લેસ, પેનની ટક-ટક.

નવું વધારે કંઇ નહીં હોય, નવું વધારે થઇ પણ કશું નહીં શકે એમ હોય.

પણ એક બાજુનો ખભ્ભો થપ-થપાવીને બીજી બાજુનાં ખભ્ભા પાસેથી ડોકું કાઢવું એ પણ કંઇક થોડા અમસ્તાં નવામાંનું જ એક છે.

બાકી લીક્ટને બદલે પગથીયા યુઝ કરવા જોઇએ અને ધૂમ્રપાન ન કરવું જોઇએ જેવી વાતો, ડેયલી સોપ 1000 એપીસોડ સુધી ચાલવા, ગ્લોબલ વોર્મીંગ, ઇરેઝર ખોવાવું, ઓવર બ્રીજ ચડવો કે ન ચડવો એનું ગૂગલ મેપમાં ઇન્ડીકેશન ન આવવું, ફોન આવતાં પહેલાં જ એના કવરની ચીંતા કરવી આ બધામાં કંઇ નવી વાત નથી.

નવું એ હશે જો બોર્નવીટા ચોમાસામાં ન જામે,

નવં એ હશે જો મનપસંદ ડ્રોઇંગમાં 10 માંથી 5 પર્સન કૂદરતી દ્રશ્ય ન દોરે.

બાકી તો બસ બધું એમનું એમ છે.