જુદું કંઇક

બધું સાદું-સીધું..

ઘણા એ કહ્યું, શું આદર્યું છે આ બધું?
મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી! સાદું-સીધું જ તો છે બધું!
અરે આ ભર્યો-પૂરો આત્મવિશ્વાસ અને-
એમાંયે વળી બધેય લળીને, ઝંડા ફરકાવવાની આશ?
મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી!
અને વળી આ શું?- એકધારી ધીરી ચાલ અને-
કોઇપણ ભોગે ધોરેલું પાર પાડવાનો મનમાં અડગ ખયાલ?
મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી!
અને આ શું?- જુએ છે તેલની ધાર સાથે તેલ અને-
સમજે છે, સંબંધોમાં થતી રહેતી સ્વાર્થની ભેળ-સેળ!
મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી!
અને આ તો કહી દે?- નમ્રતા આટલી અને-
‘વહેંચી એટલું પામી’ ફિલોસોફીની કોની પાસે કરી’તી માંગણી?
મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી!
  
મેં કહ્યું, પડી-પડીને બેઠો થયો છું, રોજે છોલાવેલું છે આ બધું!
મેં કહ્યું, એમાં શું નવીન લાગ્યું વળી! સાદું-સીધું જ તો છે બધું!