ભીનું ક્યાંક કોરું

બનો છો કે પછી બની રહેશો?

કૃષ્ણને ઓળખો છો?- હા..!
કૃષ્ણ બનો છો?- ___!? 
યેન-કેન પ્રકારે રસ્તો કરી ગયા,
કૃષ્ણ બની ગયા.
મસ્તીમાં જૂમી-જૂમાવી ગયા,
કૃષ્ણ બની ગયા.
પલટી શકે તો પરિસ્થિતિ નહીતો પોતે પલટતા
શીખી ગયા,
કૃષ્ણ બની ગયા.
સૌના રુદિયા પર રાજ કરી ગયા,
કૃષ્ણ બની ગયા.
એક જ સમયે છંછેડાયેલા સાપ અને ઠરેલી રાખ
બની ગયા,
કૃષ્ણ બની ગયા.
ઉઘાડા પગે મિત્ર પાછળ દોડી ગયા,
કૃષ્ણ બની ગયા.
કડક નિર્ણયો લઇ એના પરિણામો સાથે જીવી
ગયા,
કૃષ્ણ બની ગયા.
કૃષ્ણ બનવું કોઇ દિવસ અઘરું હતું જ ક્યાં,
”કૃષ્ણ બની રહેવું”- બસ ત્યાં જ લપસી ગયા.
ફરીથી પૂછું, કૃષ્ણ બની રહેશો?- ___!?