ચોખ્ખું ચટ્ટ

બસ આટલું.

ઘણી વખત સાંભળ્યું
હશે કે ‘ઠંડા કલેજે કામ કર’, ‘સ્લો એન્ડ સ્ટેડી વીન ધ રેસ’, ‘ધીરો રે જરા, ધીરો!’,
બ્લાહ..બ્લાહ..બ્લાહ..(હા, ‘Blah..blah..blah..’ નું પણ ગુજરાતી
કરી નાખ્યું, બોલ શું કરી લઇશ તું?)
આ બધી લબાડ વાતોને
એક કાનેથી અંદર નાખીને બીજા કાનેથી કાઢવાની પણ જહેમત ઉઠાવીશમાં, કાંતો તારા બંને
કાન દાબી દે જે અને જો જીગર હોય તો બોલનારા મોં પર ટેપ ચીપકાવી દે જે.
ઠંડા કલેજે ખાલી
મંદીરનો ઘંટો વાગે બસ એથી વધારે કંઇ નહીં. કંઇક કરવું છે?, કંઇક બનવું છે?, કંઇક
પામવું છે?, ક્યાંક પહોંચવું છે?—બૂમ..બૂમ..બૂમ, ધગધગાટ રાખ, ઠેકડા માર, વચ્ચે
આવતું હોય એને ફગાવી દે, વચ્ચે આવવાનાં પ્રયાસોમાં હોય એને જડથી ઉખાડીને, ગંધાતા,
ચિક્કાર ભરેલાં, ફ્લશ ન ચાલતાં કોઇ પબલીક ટોયલેટમાં ઘૂસેડી આવ, દાંત ત્યાં સૂધી
કચકચાવેલાં રાખ અને મોં માંથી બેફામ ગાળો ત્યાં સૂધી ટપકતી રાખ જ્યાં સુધી એ કરી ન
લે જે કરવું હતું એ, જ્યાં સુધી એ બની ન જા જે બનવું હતું એ, જ્યાં સુધી એ પામી ન
જા જે પામવું હતું એ, જ્યાં સુધી પહોંચી ન જ જ્યાં તારે પહોંચવું હતું ત્યાં…
અને એક વસ્તું,
વપરાયેલા કોન્ડોમ ફરીથી વાપરવાની તાકીદે છોડી દે અને એ છે ખૂદ પર દયા ખાવાનું;
બિલકુલ છોડી દે, સ્વપ્ને પણ.
ઠાન, અડગ રે, રસ્તો
કર, ભાગ, પહોંચ; બસ આટલું.