સપ્તરંગી

ભાઇની અધીરી ધીર

એક દિવસ સાહેબ(‘ભાઇ’) નાના હતાં, ઘણા નાના. (હવે કોઇ એમ ન કહેતાં કે, કોઇક દિવસ બધા નાના હોવાનાં જ, ઘણા નાના!) હજું ચાલતાં જ શીખેલાં, એ પણ વીથ લથડીયાં ખાતાં. પણ કંઇક ને કંઇક નવું કરતાં જ રહેવાનો મોર ઓર લેસ ‘કીડો’ ત્યારથી! એટલે લથડીયાં ખાતાં-ખાતાં પણ બાજુની શેરીમાં પહોંચી ગયાં. ત્યાં બાજુની શેરીમાં પહોંચવા માટે લેવાઇ રહેલાં ડગમગતાં નાનાં-નાનાં કદમોની મજા સાથે એમને બીજી કંઇક નવીનતાંએ પણ પોતાની તરફ ખેંચ્યાં.

એ હતાં બાજુની શેરીમાં આવેલાં બે ઘર. એ બન્ને ઘરની બહારનાં આંગણામાં બે નાની ટબુડીઓ રમતી હતી. બન્ને સાહેબથી કદાચ થોડી મોટી હશે. પણ અજુગતી વાત હતી કે એ બન્ને વચ્ચે ઉંમરનો તફાવત કંઇ ખાસ નહોતો દેખાતો છતાં અને બંન્ને સાવ બાજુ-બાજુમાં રમતી હોવાં છતાં એકબીજાની સાથે રમતી નહોતી!! અરે! એકબીજાની સામે પણ નહોતી જોતી! બસ પોતપોતાનાં આંગણાંમાં એકબીજીથી દૂર રમ્યે જતી હતી; બસ કંઇક ફેર હતો તો એ કે, એમાની એક નિરાંતે, આરામથી રમતી હતી અને બીજીનાં પગમાં સ્પ્રીંગ ફીટ કરી હોય કે પાછળ સત્તરસીંગો પડ્યો હોય એમ આમથી તેમ દોડા-દોડી મચાવીને રમતી હતી.

સાહેબની નવીનતાં હવે વ્યાકુળતામાં પરીણમવા લાગી! તરત જ એ પેલી ચૂલબૂલી પાસે પહોંચી ગયા; ‘તારું નામ?’- પેલી કે, ‘મારું નામ અધીર’. ‘તારું નામ?’- સાહેબ કે, ‘મારું નામ અમીર’ (ઘણા નાના હતાં ને! ‘સ’ ઉપર હજું એટલી પકડ આવી નો’તી!)

અધીર સાથે થોડી વાર ઉધમ મચાવ્યા પછી વળી સાહેબનું ધ્યાન ફરીથી પેલી બાજુનાં આંગણામાં નિરાંતે ઘર-ઘર રમતી ‘શાંતી’ પર પડી. તરત ત્યાં પહોંચ્યાં!

‘તારું નામ?’- પેલી કે, ‘મારું નામ ધીર’. ‘તારું નામ?’- સાહેબ કે, ‘મારું નામ અમીર’ (ઘણા નાના હતાં ને!….)

થોડી વાર ધીર સાથે રંગત જમાવી! વળી પાછું આમથી તેમ ભાગતી અધીર પર ધ્યાન પડી ગયું!

આ વખતે તો એમને બંને સાથે રમવું હતું!

એમણે હવે એ માટેની ચળવળ ચાલું કરી દીધી. ધીરનો હાથ પકડી અધીર જ્યાં રમતી હતી ત્યાં ખેંચી જવા લાગ્યાં પણ ત્યાં તો ધીર મંડી ભાગવા, ભાગીને સીધી એનાં ઘરમાં ઘૂસી ગઇ.

સાહેબને થયું ઓ.કે.! કંઇક બીજું વર્ક અરાઉન્ડ ફાઇન્ડ કરીએ!

એમણે અધીરનો હાથ પકડીને ધીરનાં ઘર બાજું ખેંચવા લાગી, પણ ત્યાં તો અધીર સાહેબનો હાથ ‘ધડામ’ કરતો છોડાવીને પોતાની ભાગા-દોડી પર કનસર્નટ્રેટ કરવા લાગી!

સાહેબે પોતાનાં નાનાં-નાનાં ડીસ્કો કરતાં પગ પર માંડ-માંડ બેલેન્સ કર્યું!

ત્યાં બેઠેલી આંટીઓએ સાહેબને સમજાવ્યા કે એ બંન્ને ક્યારેય સાથે નથી રમતી વગેરે વગેરે. સાહેબે બધું સાંભળ્યું અને ત્યાર પૂરતું તો ત્યાંથી ઘર તરફ જતું રહેવામાં સારપ માની પણ ત્યારથી લઇને સતત સત્તર દિવસ સુધી સાહેબ રોજ સાંજે ધીર-અધીર વચ્ચે વોલીબોલનાં બોલની જેમ ઉછળવાં પહોંચી જતાં! આમને આમ એમને હવે સરસ રીતે ચાલતાં અને એ બંન્નેની ધક્કમધક્કીમાં બેલેન્સ જાળવતાં આવડી ગયું.

પણ આજે ‘31’માં વર્ષની સુંદર, હલકી-હલકી ઠંડી અને કંઇક-કંઇક ધૂંધડી એવી સવારે જ્યારે સાહેબે પેલી વખત મોબાઇલ હાથમાં લીધો ત્યારે જુએ છે તો સૌ પહેલો એ બંન્નેનો વોટ્સએપ મેસેજ જ આવેલો દેખાયો!

એ બંન્ને ને ભલે એકબીજા સાથે મિત્રતા ન હોય પણ સાહેબને એમની સાથે અને એમને સાહેબની સાથે સારી એવી આત્મીયતાં થઇ ગઇ છે!

તો હું પ્રાર્થુ કે, તમારી આ બંન્ને ફ્રેન્ડસ્ આમને આમ જ આવનારાં વર્ષોમાં તમારી સાથે જ રહે અને તમે કંઇકને કંઇક નવું કરતાં રહેવા માટે સતત ‘અધીરા’ રહો અને કંઇ પણ કરો એને સક્સેસફૂલી પાર પાડવા માટે ‘ધીરા’ રહો!

Dilon mein tum apni
Betaabiyan leke chal rahe ho
Toh zinda ho tum

Nazar mein khwabon ki
Bijliyan leke chal rahe ho
Toh zinda ho tum ~ Javed Akhtar

 

Mr. Samir Doshi, AKA ‘ભાઇ

MD, iNextrix Technologies Pvt. Ltd.

Have a Happy Birthday, May you keep enjoy togetherness with your loved ones. Have a blast.