સપ્તરંગી

ભાવશે!

‘કોઇને પણ ખૂશ કરવા માટેનો રસ્તો એનાં
પેટમાંથી થઇને જાય છે’, ઘણી વાર સાંભળ્યું છે, હેને! અને મને લાગે છે ત્યાં સુધી
તો ઘણી વાર માન્યું પણ હશે, હેને!
ગમે તેવા રેઢીયાળ, ભંગારવાડામાં હજીકેય
રહી લેવાશે પણ આઇ બેટ બાપુ, જો તને મહેલમાં પણ ઉપરાઉપરી ત્રણ દિવસ બકવાસ એઠવાડટાઇપ
ભોજન મળશેને તો તું એ બધાને લાત મારીને ચાલ્યો આવીશ. ખાવું, દાબવું, ઉલાળવું,
ઠસવું, જમવું; તું એને જે પણ કે’તો હોય એ, મને એનો શોખ છે. જો તે મને જોયો હશે તો
કહીશ કે, ‘જાવા દેને, સૂકલકડી! તને અને જમવાનો શોખ, હંહ..!’ હા હું, પાતળો છું પણ
એનો મતલબ એમ થોડો છે કે હું ખાતો જ નહીં હોવ!
હવે તને હું એક મજાની વાત કહું છું,
સાંભળ; તને ખબર છે, જમવાની આઇટમને વિના જીભ પર મૂક્યે પણ જમી શકાય, એના સ્વાદને
માણી શકાય! હા બિલકુલ એમ જ, જેમ રીંગ રોડ પર ઘૂમતી ‘પરી’ઓને દૂરથી જોઇને ખૂશ થઇ
શકાય! હવે પૂછ એ કઇ રીતે?- એને સૂંઘીને… અરે ના હવે ભૈ, અત્યારે ‘પરી’ઓની વાત
નથી કરતો ડોબા, જમવાની આઇટમની વાત કરું છું; તું નહીં સૂધરે!!
આપણા ગુજરાતી જમણની ખાસીયત જો કંઇ હોય તો
એ છે મસાલા! જીરૂ, ધાણા, હીંગ, તેજ પત્તા, રાઇ; એક ને યાદ કરો અને બીજો બાદશાહ
ભૂલાય. અહીં તો બાદશાહોનાં જ લશ્કર બન્યા છે, પાયદળની તો જરૂર જ કોને છે! તાળવા
અને પેઢા, ગલોફા અને પેઢા વચ્ચે આવેલા લાળગ્રંથીનાં છીદ્રો તો જાણે વેગાસનાં પેલાં
ફેમસ બેલાજીઓ હોટલનાં ડાન્સીંગ ફાઉંટેનમાંથી છૂટતાં પાણીની જેમ લાળની બોછારો
મોંમાં છોડવા લાગે, સાલ્લીને કોઇ અઠંગ ખેલાડી જ કાબૂમાં રાખી શકે.
પણ આ બધી વાત તો બન્યા પછીની છે સરકાર!
હવે જો બન્યા પછીની આ હાલત હોય તો વિચારી જો બનતા વખતનો શું હાલ હશે!? ટ્રસ્ટ મી
ડૂડ(નોટ, ભૂંડ હોં!), જમવાનું બનાવી શકવું એ એક કિસ્મતની વાત છે! હા, મને ખબર છે
કે જ્યાં પેટમાં કંઇક જાય એ જ ઘણું હોય ત્યાં આવી ફીશીયારીની વાતો બસ કરવા માટે જ
હોય છે પણ જો તું લેપટોપમાં, ટૅચપેડમાં ઇન્ટરનેટ ડોંગલ, 3જી, બ્રોડ બેંડ ઘૂસાડીને
આ બ્લોગ વાંચી શકતો હોય તો તારા માટે આ શક્ય જ છે.
હા, મને શોખ છે મજાની, થોડી અલગ પ્રકારની
ડીસીઝ બનાવવાનો! હમણા ગયો એ રવિવારની વાત કરું. મેં લોલીપોપ બનાવી! ના, એ મીઠા,
ગળું દુખાડતા ચાસણીનાં ગોળાની વાત નથી કરતો; ચટપટા, જરાક ચટ્ટાકા સાથેનાં, વેજીસ
અને ટોસનાં ભૂક્કા સાથે ટમેટાની ગ્રેવી, આદુ, લસણ અને સાથે ટોસનાં ભૂક્કાનાં ગોળામાં
સ્ટીક ઘૂસેડી એની ડીપ ફ્રાઇડ ક્રંચ સાથે, લીલા મરચા, કોથમરી, જરાક આદુ, લીલું લસણ
અને ટમેટાની હલકો રેડીશ શેડ છોડતી તાજેતાજી, મીક્સી ક્રશ ચટનીની ટંગીનેશ!! (ઑફકોર્સ
યાર, મમ્મી વિના થોડું કંઇ શક્ય હોવાનું!)
મારી બેટી, ઠંડી એટલી બધી હતી ને કે
ક્યાંય બહાર જવાની ઇચ્છા જ ન’તી થઇ બોલ! પણ અલ્યા! તને કહું, એ ડીશ એવી બનેલી કે,
મસ્ત-મજાની કોઇ ફૂલફટ્ટાક, સોળ વર્ષની, છૂટ્ટા વાળવાળી, લો-કટ નેક અને લો-વેસ્ટ
કેપ્રી અને ફ્લેટ હીલ, ખૂલ્લી ગ્રીન લેસીઝવાળા યેલો સૂઝ પહેરેલી કોઇ આ..હા ટાઇપ,
અણીયાલા નાક, નેણ અને હડપચીવાળી છોરીની પણ આંખોમાં આંખ નાખીને કહી જાય કે, ‘અલી
તું તો પાની કમ ચાય!’ એવી બનેલી હોં!!
તારા ગમતાં લોકો સાથે ક્યારેક તારી ગમતી
ડીશ બનાવી જોજે…ભાવશે!