જરા ટેઢું

bittersweet

બીજાની શું કામ, મારી જ વાત કરું; મને પોતાને જ વસ્તું કે વ્યક્તિ કે
વિચાર કે વાતાવરણ એનાં મૂળ રૂપમાં પસંદ છે. અંગ્રેજીમાં જેને ‘રો’ કહે છે, એટલે કે
‘કાચું’ એટલે કે ‘એ ખરેખર જેવું છે એવું, વિના કોઇ છેડ-છાડે’. વાતાવરણ હોય તો
એ.સી. કે પછી હીટર કરતાં મને ખુલ્લામાં વધારે મજા આવે, વિચાર એટલે કે આઇડિયા હોય
તો એ ડાઉન ટુ અર્થ હોય એટલે કે હવાનાં જોકાની જેમ દિમાગમાં ચારે તરફ આસાનીથી ફરી
જાય એવો હોય, વ્યક્તિ હોય તો એ ખરેખર જેવી અંદર છે એવી બહાર હોય, વસ્તું હોય તો એ
નકામી તડક-ભડક વિનાની બસ પૂરતી હોય.

 

અને હવે તો આ ફેશન બનતી જાય છે; વ્હાઇટ કલર ગમવાની, પ્લાસ્ટર વિનાની
બિલ્ડીંગોમાં ઓફિસો બનાવવાની, શાકાહારી થવાની, સિતાર અને વાંસળી શીખવાની, યોગા
કરવાની, વર્લ્ડ પીસનાં લોગો વાળા કિચેન અને બેજીસ બેગમાં લટકાવવાની અને લગાવવાની, બસ
એકલાં જ રવિવારે વહેલી સવારે વાઇડ લેન્સ SLR
લઇને પોતાના ટુ-વ્હિલર પર ખુલ્લા ઝાડી-ઝાંખરામાં નીકળી પડીને નેચરની ભાળ લેવાની.

 

It’s
good. પહેલા કહ્યું એમ, મને પણ આવું જ બધું ગમે છે. પણ
સાલ્લું એક વિચાર આવે છે, થોડો આમ જેને કહેવાય ને કે, weird છે.

 

આ ‘રો’ એટલે ખરેખર શું? મને 46 ડિગ્રી ગરમીમાં કેમ એ.સી.ની ઠંડક બહું
જ ગમે છે, હું કેમ કૂતરું પાછળ દોડે તો એના પર એજ વર્લ્ડ પીસનાં કીચેન લટકાવેલાં
બેગનો છૂટો ઘા કરું છું, હું કેમ રણથંભોર કે ગીરમાં મારો SLR
અને મારું બાઇક લઇને ગમે ત્યારે નથી નીકળી પડતો.

 

સાયન્ટીફીકલી વિચારીએ તો પણ આપણે આ સજીવ સૃષ્ટિની આહાર શૃંખલા એટલે કે
ફુડ ચેઇનમાં ‘રો’ની રીતે ક્યાંય ફીટ થશું જ નહીં. એટલે કે જો ખરેખર આપણે જેવા છીએ
એટલે કે ફીઝીકલી-મેન્ટલી એવાં એટલે કે ‘રો’ એવા જો હોત તો આપણને ક્યારનાં આ બધા
જીવો જેને આપણે ઝુમાં પાંજરામાં ભરીને કે પછી જેનાં પર આ ચોવીસો કલાક ચાલતી ‘એનીમલ
પ્લાનેટ’ અને ‘ડીસ્કવરી’ જેવી ચેનલો ચલાવીએ છીએ એમણે આપણને ક્યારનાં ખાઇ-પીને હજમ
કરી લીધાં હોત.

 

આપણને કુદરતે જ ‘રો’ નથી રહેવા દીધાં. આપણમાં મીઠું-મરચું-ગરમ મસાલો એવું
બધું ઑલરેડી ભભરાવેલું જ છે.

 

એટલે હું એમ જરાયે નથી કહેતો કે વિચારતો કે આવું બધું સિતાર સાંભળીને
કે યોગા વગેરે કરીને કંઇ કાઢી લેવાનું નથી, આ બધું જ કરવું જોઇએ, ઇનફેક્ટ આવું
બધું જ કરવું જોઇએ કેમ કે આપણા પૂર્વજો એ આપણી આ હોમોસેપીયન્સ સેપીયન્સ પ્રજાતીને બે
લાખ વર્ષનાં ગાળામાં એટલી સ્ટેબલ તો કરી જ દીધી છે કે આપણે આવી થોડી-ઘણી લક્ઝરીને
માણી શકીએ.

 

So,
this is a long term game, my friend. And at the end, it’s about survival and as
a matter of irony, ‘survival of not the fittest’ because lets accept it, we are
not the one. All in all it’s kind of bittersweet symphony.