Uncategorized

ગો વાઇલ્ડ…

ગો વાઇલ્ડ…
કોઇ હદ બાંધીશ મા,
ક્યાંય દિવાલ ચણીશ મા, કોઇનું સાંભળીશ મા, રુંધાયને જીવીશ મા, ધીમું મ્યુઝીક સાંભળીશ
મા, 80 નીચે ટુ-વ્હીલર્સ – 130 નીચે ફોર-વ્હીલર્સ ચલાવીશમાં, કંઇ નવું આવે તો ‘નહીં
ફાવે મને’ કહીને પછવાળું બતાવીશ મા, એકબીજાને ધક્કા મારી-મારીને ‘તું કરી શું લઇશ,
તું કરી શું લઇશ’ની રમત રમીશ મા, બોચી ઝાલીને બે-ચાર લપડાપ જડી દેતા અચકાઇશ મા, 50થી
નીચે પુશઅપ્સ મારતા હોય એવા દોસ્ત રાખીશ મા, શુ લેસ અને કફ બટન ક્યારેય બંધ કરીશ
મા, નો સેલફોન- નો ફાર્ટીંગ- નો ડ્રીંન્કીગ્ એર્યામાં ત્રણ મીનીટથી વધારે રોકાઇશ મા,
ગાળોની અંતાક્ષરીમાં જે દિ’ હાર તે દિ’થી શાઇનર સાથે બધી વીસ આંગળીઓનાં નખ પીંક
કલરની નેઇલ પોલિશથી રંગી ચાર વર્કીંગ દિવસથી એક પણ ઓછો દિવસ ચલાવી લઇશ મા, ‘પેસીવ સ્મોકીંગ’
વીશે સાંભળ્યું છે, નહીં? તો આટલું ન કર એ પહેલા જમીશ મા- 10 સીગરેટને 4*4*9 ના બંધ
લેટ્રીનમાં એક સાથે સળગાવીને, કાનમાં તને ગમતું લીંકીન પાર્કનું એકાદ રોક સોંગ ‘સાવ
ધીમા’(યુ નો વોટ આઇ મેન્ટ) અવાજે ચાલુ કરી વારાફરતી એ સીગરેટનાં કસ લેવાના ચાલું
કર, એ બંધ ચાર દિવાલોમાં ઘેરાતાં અને ઘાટા થતાં જતાં ધૂમાડામાં લીટરલી ઉડ, અને હા
આંખ ખૂલી રાખીશ મા, 200 mlની 17 બોટલ બીયર બેક ટુ બેક પેટમાં પધરાવ્યા બાદ ખબર
પડે કે તારો રૂપ પાર્ટનર બાથરૂમની ચાવી લઇને ભાગી ગયેલો છે તો એની પાછળ ભાગીશ મા, બાઇક
પર સ્ટંટ કરતા આવેલાં કોણી પરનાં ફ્રેક્ચરથી પાંચ કિલો બરફની નક્કર સિલ્લી તોળવાની
શરત પર લાગેલા રોકડા 20 રૂપિયાને હારીશ મા, સતત નવ સેકંડ સુધી ઉંધા કરી રાખતાં,
ચાર 360 ડીગ્રી સ્વીંગવાળા અને 70 ફીટ ઉંચા અને 89 ડિગ્રી સીધાં નીચે પહોંચાડી
દેતાં ટ્રેકવાળા રોલર કોસ્ટરની એકસાથે ચાર ટીકીટ લઇ પેલા રાઇડ એટેંડરને, તને તારી
જગ્યા પરથી ઉઠાડવા દઇશ જ મા(સાથે પ્યુક બેગ તો કદાપી લઇ જઇશ મા), ક્યાંયથી પણ ‘પોઝીટીવ
સીગ્નલ’ મળતાં હોય તો ‘ઉંમરબાધ’નું પાટીયું લટકાવીશ મા(‘લિંગબાધ’ના પાટીયાનું શું?
આટલું કહીશ, ઇચ્છા દબાવીશ મા!), વોશબેસીનનાં આઉટલેટને બંધ કરી ફ્રીઝરમાં હોય એટલો
બરફ એમાં નાખી બાકીની જગ્યા નળ ચાલું કરી ભરી લીધા પછી વાંકો વળી ડોક સુધીનું
ભોડું એમાં ઘાલી આંખની નસો જામતી ન લાગે, ગાલનાં અને નાકનાં ટેરવાં પર બિલકુલ કંઇજ
સેન્સેશન ન રહે ત્યાર પહેલાં લાગે એને બહાર કાઢીશ મા, ડઝન કેળા લઇ તારા જીગરી બડી સાથે
છ-છ દાબી જઇ એની છ-છ છાલ બંનેનાં રસ્તા પર ગોઠવી સીમેન્ટ ફ્લોરીંગ પર આંખ પર પાટા
બાંધી સામેની દિવાલને અડીને પાછા આવવાની દોડમાં બીજો આવીશ મા…

ગો વાઇલ્ડ…