Uncategorized

એલા, આ શું લખ્યું છે..?!

વેદ વ્યાસ અને વાલ્મિકી કોણ હતાં; આપણા મતે અનુક્રમે મહાભારત અને
રામાયણનાં લેખકો હતાં અને એમની આ રચનાં ઇસૂ પૂર્વે 4 થી 8 સદીમાં ક્યાંક રચાય
હોવાનું મનાય છે.
આ મારો બ્લોગ છે મને કોણ રોકવાનું એટલે હું વધારે કંઇ મોડેસ્ટી
દાખવ્યા સિવાય મારા અને વાલ્મિકીજીની લખાણની સરખામણી કરું. ફોર સ્ટાર્ટર્સ હું પણ ફિક્શન
લખું છે વાલ્મિકીજી પણ ફિક્શન લખતાં, હું પણ મારા કેરેક્ટર્સને કાગળ પરથી વાચકનાં
મનોમસ્તિષ્ક તાદ્રશ્ય ઉતારી શકું છું એ તો કદાચમાં આમાં થોડા વધારે જ માહેર હતાં, લખાણ
માટે મારી પ્રેરણા આસપાસની ઘટનાંઓ-કંઇક જોયેલું-કંઇક સાંભળેલુંમાં જ ક્યાંક હતી
એમણે પણ રામાયણનાં ઘણા પ્રસંગો આવી રીતે રજૂ કરેલા છે.
તને ખબર છે ફીક્શન ક્યારેય ફીક્શન નથી હોતું. એ લેખકે ક્યાંક દેખેલા,
સૂણેલા, અનુભવેલાં કંઇકનું મારી-મચડીને રજૂ થયેલું લેખકની મરજી અને પ્લોટની માંગ
મૂજબનું કંઇક અલગ સ્વરૂપે રજૂ થયેલું અર્થઘટન હોય છે. (આ વિશે વધારે કાલે લખીશ,
નવો, મસ્તમજાનો ટોપીક છે. વાહ મજા આવી!)
ક્યાંક વાચ્યું હશે તો ખબર હશે કે પેલો શ્રીલંકા સુધીનો દરીયામાંનો
પુલ સેટેલાઇટથી શોધાયો છે, તો ઘણાને નવાઇ લાગી, ઘણાને મજા આવી ગઇ! મને પણ મજા આવી
પણ ખાસ નવાઇ ન લાગી. કેમ કે લેખક હંમેશા પોતે જોયેલા, જાણેલાંનાં બેઇઝ પર જ કંઇક
રચતો હોય છે.
મારી નોવેલ ‘જુવાળ’માં ‘શાંતિધામ આશ્રમ’ નામની જગ્યા છે એક મેં
રાજકોટથી ચારેક કિમી દૂર હાઇ-વે પર આવેલાં ઇસ્કોન મંદિર પરથી રચ્યું છે, એનાં
છૂટાછવાયા ઘણા પાત્રોને મેં મારી આસપાસનાં લોકોની લાક્ષણિકતાંને આધારે રચ્યાં છે.
અને આમ જ હોય છે, આમ જ થાય છે. પછી એ દેવાંગ હોય તોયે શું અને વાલ્મિકી હોય તોયે
શું!
એમણે ફેન્ટેશી-ફન પાર્ટ પર થોડું વધારે ધ્યાન આપ્યું. વિચારી જોઇશ તો
તને લાગશે કે આજની નોવેલ્સમાં ફેન્ટેશી ઘૂસાડવાં શું વાપરે છે, એક્સ્ટ્રા
ટેરેસ્ટીરીયલ બૉડીઝ, રોબોર્ટસ્, જીનેટીક સાયન્સ વિગેરે વિગેરે. તો એમણે પણ એ જ
કર્યું ત્યારનાં સમય મુજબ એમણે વાર્તામાં વાનરો, રીંછો, ગીધો, રાક્ષસો ઉમેર્યા.
આપણે અહીં રામજી સત્યતા વિશે વાતો કરવા નથી બેઠાં પણ આજથી મીનીમમ પાંચ હજાર સાલ
પહેલાં રચાયેલી  એક વિશિષ્ટ નવલકથાની, એની
સ્ટોરી લાઇનની, એની એકરસતાંની-સાતત્યતાંની વાતો કરીએ છીએ.
પણ એટલં ખરું કે જ્યારે પણ કોઇ સારી રચના થઇ છે પછી એ પેઇન્ટીંગ હોય તોયે
ભલે, કોઇ સંગીતની ધૂન હોય તોયે ભલે અને કોઇ પુસ્તક હોય તોયે ભલે લોકો એનાં તળીયા
સુધી પહોંચીને રહે. જેમ કે જુલીએટ હાઉસ, લિયોનાર્ડો દ વિન્ચીનું ‘ધ લાસ્ટ સપર’ પેઇન્ટીંગ,
એન ફ્રેન્કનું એમસ્ટર્ડેમનું સેઇફ હાઉસ પછી આવી જગ્યા વાસ્તવિક હોય તો એ ભલે અને
કાલ્પનિક હોય તોએ ભલે લોકોની નજરમાં એ રમતી રહે છે, આપણી આ રામાયણ અને મહાભારત
વિશે પણ મેં આવું વિચાર્યું પણ એ પછી ક્યારેક…