Uncategorized

….હોવું જ જોઇએ, હેને!

2000માં એક અંગ્રેજી ડ્રામા મુવી આવ્યું હતું, ‘CAST AWAY’;
આ થીમ રીલેટેડ પહેલાં પણ ઘણી મુવીઝ બની ચૂકી હતી પણ આ કંઇક અલગ નીકળી. ટોમ હેન્ક્સ
એ હદે ચક નોલેન્ડનાં પાત્રમાં ઘૂસી ગયો છે કે જોનારને સાથે લઇને જતો રહે છે. ભૂલો
કાઢવા બેઠેલો ક્રીટીક પણ સ્ટોરીની બહાર રહીને ભૂલો શોધવા માટે ગોથા મારવા લાગ્યો
હશે.
ના, તારા આ મુવી જોવાથી મને કોઇ કમીશન મળવાનું નથી, પહેલા વાત સાફ કરી
દઉં; વળી કહેશે કે લખી-લખીને બીજાની શીશામાં ઉતારી-ઉતારીને મારો બેટો પૈસા કમાઇ છે
લે! અરે, ભૈ સાબ! શીશામાં ઉતારતાં જ જો આવડતું હોત તો અત્યાર સુધી મારી વર્ષ પહેલા
લખેલી નોવેલ ‘જુવાળ’ માટે એકાદ પબ્લીશર ન શોધી શક્યો હોત! જવા દો મારી દુ:ખ ભરી
કહાની, મુળ વાત પર આવીએ. ટૂંકમાં ભયંકર જબરૂ મુવી, જો ન જોયું હોય તો ત્રણ લીટીમાં
જરાક ચિતરી દઉં.
ફેડએક્સનો એક એક્સીક્યુટીવ ચક નોલેન્ડ એનાં માલ સાથે વિમાનમાં બીજી
જગ્યાએ જતો હોય છે, વિમાન ખાબકે છે દરીયામાં; પછી એ ચક કેવી રીતે વર્ષો સુધી ત્યાં
એક ગુફામાનવનું જીવન ગાળે છે, શું-શું નવું શીખે છે, કોનાં આધારે ટકી રહે છે, એનાં
ફેડએક્સનાં, પોતાની સાથે એ ટાપુંનાં કીનારે તરી આવેલા વોલીબોલમાંથી બનાવેલો એનો
ઇમેજીનરી ફ્રેન્ડ વિલસન અને એની દોસ્તી, એની ઘરે પાછા આવવાની ધગશ-કશમકશ, એનું ઘરે
પાછું આવવું, એની પ્રિયતમા સાથેનાં, દુનિયા અને બીજી વસ્તુઓ સાથેનાં આ નવા ચકનાં
સંબંધો!
એ જ્યારે વર્ષો પછી પાછો ફરે છે ત્યારે એનાં પાછા આવવાની ખુશીની પાર્ટીની
પુર્ણાહુતીએ ચક રૂમનાં ટેબલ પર આડેધડ બાકી બચેલી એ ખાવાની વાનગીઓને જુએ છે ત્યારની
એની નજર, એનાં હાથની, એની આંગળીઓની ટેબલ પર ફરવાની એ અદા એનાં મનમાં ચાલી રહેલાં ઠાઢા
ઘમાસાણને બિલકુલ આબેહુબ રજૂ કરી દે છે. ક્યાં એ એક-એક બટકુ પામવા માટે કલાકોની મહેનત,
ધીરજ, કુશળતાં અને છતાં કોઇ જ ગેરેન્ટી નહીં અને ક્યાં આ આરામથી અધૂરું પડતું
મૂકી-મૂકીને ભાગી જવાની સાહ્યબી!
ટેબલ પરની મીણબત્તી સળગવા ત્યાં રાખેલાં લાઇટરને ચક હાથમાં લઇ આરામથી
એક જ બટન દબાવતાં જ બહાર આવી ગયેલી આગની જ્યોતને સતત જોયે રાખે છે, ક્યાં એ અમૂલ્ય,
અલભ્ય એક-એક તણખો અને ક્યાં સિલિકોન ટ્રાન્સપ્લાન્ટ જેટલી હાઇડ-હુઇડ થતી કોઇ મફત,
રખળતી, વિના તાળે પણ ન ચોરાય શકનારી આગની લપટ!
પૂરી વાત તો સાંભળ પહેલાં તું; ના, હું નથી કહેતો કે તું પણ પ્લેનમાં
બેસ અને તારું પણ પ્લેન ક્રેશ થાય અને પછી વર્ષો સુધી તું પણ આવું બધું ભોગવ, ના
બિલકુલ નહીં. પણ મારા અને તારા સારા નશીબે આપણું પ્લેન ક્રેશ નથી થયું, આપણે આપણા
વ્હાલાઓ પાસે છીએ, આપણી પાસે આઇ-પેડ છે, આપણી પાસે ચીઝ બર્ગર અને મસાલા છાસ છે,
આપણી પાસે કોન્ટ્રાસ મેચીંગ સ્પેક્સ ફ્રેમ અને શુ-લેસ છે, આપણી પાસે બે આંખ અને એક
જનનાંગ છે; ટ્રસ્ટ મી આપણે પેદા થયા એ જ આપણી નશીબદારતાનું પ્રમાણપત્ર છે. જોઇતું
વાપર, જોઇતું ચાર્જીંગ કર, જોઇતું જમ, જોઇતું સૂવ, જોઇતું પેટ્રોલ બાળ; બધું તારા
માટે જ છે, અધૂરીયા જીવનો થા મા, કંઇ જ ક્યાંય જવાનું નથી.
(ઇફ પોસીબલ, એક સીટીંગમાં જો જે– ‘નક્કી આને..’ ‘હા, છે મારે કમીશન
બસ…ખુશ..?!?’