બસ એમ જ

ચાક્કા જેવી!

—-આતો તે કદાચ પહેલા પણ સાંભળ્યું હશે કે, એક વખત અકબરે એનાં
દરબારમાં સવાલ પૂછ્યો કે કોઇ એવું એક કથન મને સંભળાવો કે જેને સાંભળીને કોઇપણ
વ્યક્તિને ખુશી પણ થાય અને દુ:ખ પણ થાય, એટલે બધા દરબારીઓ એકબીજાની સામે મોં
તાંકવા લાગ્યા અને છેલ્લે હિન્દી પીક્ચરનાં હીરોની જેમ બધાની ગરદન સ્લો મોશનમાં બિરબલ
તરફ ઘૂમી, બિરબલે પણ એજ મોશનમાં પોતાનાં ખભ્ભા પરથી જરાક લસરી ગયેલા ખેસને જરા સ્ટાઇલથી
એના ખભ્ભા પર ફરીથી ગોઠવી અને બધા દરબારીઓની સાથે જ એનાં પર સ્થીર થયેલી અકબરની
નજર સાથે નજર મેળવી પોતાનાં આસન પરથી ઉઠ્યો, થોડો આગળ આવ્યો, બધા સામુ જોયું, વળી
ખેસ સરખી કરી…વગેરે..વગેરે..જો બધું જ આવી સ્લો મોશનમાં કહીશ તો તું મને કહીશ કે
રહેવા દે દેવાંગ તું, હુ પોતે જ મોગલ શાસનમાં જતો આવીશ તો બાય સ્કીપીંગ ઓલ ધ
ટીટ-બીટ્સ મુદ્દા પર આવું, બિરબલ બોલ્યો, ‘યે વક્ત ભી બીત જાયેગા.’—-
જ્યારે હું આ લખવા બેઠો હતો ત્યારે મેં કંઇક નક્કી કર્યું હતું કે હું
આ બિરબલની વાત પરથી વાતને ક્યાં વાળીશ પણ થયું એવું કે ત્રણ-ચાર લીટી લખી ત્યાં
મારે થોડું કામ આવ્યું તો હું ઉઠ્યો, કામ પતાવીને પાછો ફર્યો ત્યારે ફરીથી મેં એ
બિરબલવાળી વાત આગળ લખવાની શરૂ કરી લખતો ગયો..લખતો ગયો.. પછી જ્યારે આ ઉપર લખેલી ‘યે
વક્ત..’ વાળી લાઇન પર પહોંચ્યો ત્યારે શરૂ થયો અસલી ડખો…
સાલ્લું એ જ ભૂલાય ગયું કે આ બિરબલવાળી વાતનાં રેફરંશ પરથી મારે કઇ
વાત કહેવી હતી!! ઘણું વિચાર્યું, ઘણું વિચાર્યું.. પણ મારું બેટું સાવ કરતાં સાવ
ધોળું! મને મારા પર સરખો ગુસ્સો આવ્યો, થયું પોંઇન્ટ ટપકાવી લીધો હોત તો સારું
હોત. રીતસરનું અસુખ ઉપડી ગયું મને.
અને આમ પણ માર્ક કરજો તમે; એકવાર કંઇક ભૂલાશે ને, પછી ભલે એમાં કંઇ સાલીયાભાઇનાંયે
સાજા નહીં હોય તોએ આપણને એમ લાગ્યા કરશે કે મસ્ત મજાની વાત ભૂલાય ગઇ, અને આપણે એને
યાદ કરવા ઘણું મથીશું, અત્યારે મારી સાથે પણ એવું જ થયું. પણ પછી બાપુને થયું કે આ
કોઇ પોડીયમની પાછળ ઉભા રહેવાની સ્પીચ થોડી છે આતો મારું વિયુક્ત છે અહીંતો એક ઘાને
બે કટકાં જ હોય. અંદરથી જે આવ્યું તે ઠાલવ્યું અને ન આવ્યું તો ન આવ્યું જા, ડખે
ચડ્યું તો ડખે ચડ્યું જા શું કરી લઇશ તું..!?
આ વાતમાંથીને વાતમાંથી તાજે તાજી એક વાત સૂજી ગઇ લે; આપણે લાઇફને પણ
આવી જ રીતે હેન્ડલ કરીએ તો! બીજી ભાષામાં કહું તો, એને હેન્ડલ જ ન કરીએ તો!! જેમ
થાય છે, અથવા જેમ નથી થતું એમ થવા જ દઇએ અથવા જવા જ દઇએ તો! કંઇક માઇન્ડ બ્લોઇંગની
અપેક્ષામાં કંઇક પોપટાય થઇ ગઇ તો એ થઇ ગયેલી પોપટાયની મજા લઇ લઇએ અને જો કંઇક ‘એવૈહીં’
કરતાં-કરતાં ‘અરે વાહ..!’ થઇ ગયું તો એની વાહ-વાહી પણ લૂટી લઇએ…વાય ડોન્ટ વી લેટ
હર ફ્લો…લેટ હર બ્લો…લેટ હર ગ્લો…!?
એ જે હોય તે યાર પણ અત્યારે જે કહેવી હતી અને ભૂલાઇ ગઇને એ વાત હતી ચાક્કા
જેવી હોં..!!