Uncategorized, સ્વાભાવિક

ચક્કર્ ઘૂમે છે.

મને નો’તી ખબર કે બે વત્તા બે એટલે ચાર થાય,

મને નો’તી ખબર કે મોટી માછલી હંમેશા નાની માછલીને ખાય,

મને નો’તી ખબર કે પ્લગમાં આંગળી ઘૂસેડો તો ચડ્ડી ટાઇટ થઇ જાય,

મને નો’તી ખબર કે કાચ હાથમાંથી પડે તો તૂટી જાય,

મને નો’તી ખબર કે બરફ ઠંડો હોય,

મને નો’તી ખબર કે ફૂગ્ગામાં હવા ભરવાની હોય,

મને નો’તી ખબર કે ચીગમ ખાયને કોઇનાં માથામાં ચીપકાવવાની ન હોય,

મને નો’તી ખબર કે વાંદરાને કેળા ભાવતાં હોય,

મને નો’તી ખબર કે એકવખત જીભ ચચરી જાય પછી બીજી કોઇ વસ્તુંનો ટેસ્ટ નથી આવતો,

મને નો’તી ખબર કે ડાયાબીટીસમાં મીઠું ન ખાવાય, મને નો’તી ખબર કે બે પગે ચલાય,

મને નો’તી ખબર કે ‘વન લેસ લોનલી ગર્લ’ જસ્ટીન બીબરે ગાયું છે,

મને નો’તી ખબર કે ઓબામા અને ઓસામા બંને અલગ-અલગ વ્યક્તિ,

મને નો’તી ખબર કે અછબડાં થયાં હોય ત્યાં ખંજવાળાય નહીં, મને નો’તી ખબર કે મોઢું બંધ રાખીને જમાય,

મને નો’તી ખબર કે પતંગ ચગાવવા દોરાની જરૂર પડે, મને નો’તી ખબર કે સાપો દ્વારા મસાજની પણ કોઇ રીત છે,

મને નો’તી ખબર સીક્સ પેક અને તગડી બાયસેપ્સથી છોકરી જલદી પટે, મને નો’તી ખબર કે થમ્સઅપ સાથે સીંગ મજાની લાગે,

મને નો’તી ખબર કે બધી ટૂથપેસ્ટને કોલગેટ ન કહેવાય, મને નો’તી ખબર કે ઉંધીયામાં ઢોકળી હોય,

મને નો’તી ખબર કે પેન્ટ લાંબુ હોય તો એને વાળી લેવાય, મને નો’તી ખબર કે આપણે પાણીમાં ગૂંગળાય જાય,

મને નો’તી ખબર કે બટેટાની તળેલી ચીપ્સને જ ફ્રેન્ચ-ફ્રાઇઝ કહેવાય, મને નો’તી ખબર કે વેજીટેરીયન,

નોનવેજીટેરીયન જેવું ‘એગીટેરીયન’ પણ કંઇક છે, મને નો’તી ખબર કે વાળની પાથી વચ્ચે લાલ કલરનો પાઉડર છાંટેલો હોય તો એ છોરી પરણેલી હોય,

મને નો’તી ખબર કે પેન્સીલની અણી કાઢેલી હોય તો સારા અક્ષર થાય, મને નો’તી ખબર કે મોઢા પર આંગળી એટલે ચૂપ થઇ જવાનું,

મને નો’તી ખબર કે ચાંદો અને સૂરજ એ મામા અને દાદા સિવાય બીજું કંઇ પણ છે.

હા, મને ઘણી વસ્તુંની ખબર ન હતી. હું ત્યારે નાનો હતો, હવે હું મોટો થઇ ગયો છું. હવે મને બધી ખબર પડે છે…
ગીટારમાં છ સ્ટ્રીંગ હોય છે, સીઝીરીયનમાં પેટ ફાડીને છોકરું બહાર કાઢે છે,
પૂનમ ટાણે દરીયાનાં મોજા વધારે ઉછાળા લે છે, વીટામીન સીની ઉણપથી દાતનાં પેઢા ફૂલી જાય છે,
મોબાઇલને ચાલું રાખવો હોય તો એની બેટરી ચાર્જ કરતી રહેવી પડે છે,
ઠંડી લાગે ત્યારે ચાદર ઓઢી લેવાય, વધારે તીખું ખાવાથી બીજે દિવસે સવારે તકલીફ પડે,
સ્ટ્રોમાં ફૂંક મારીએ તો નાળીયરમાંથી બૂળબૂળીયાનો અવાજ આવે છે,
સૂકવવાં ટાંગેલાં કપડાં ઉડી ન જાય એટલે એનાં પર ક્લીપ મારવામાં આવે છે, દુનિયા ગોળ નથી પણ બંને બાજુથી જરા ઢેબલી છે…
હું જજ નથી કરતો…પહેલાનો ‘ઢગાનો ઢ’ એવો હું સારો હતો કે પછી અત્યારનો ‘જીનીયસ’ હું..!
ઇટ્સ જસ્ટ ટાઇમ…સમયનો ખેલ છે બધો….તું જજ કરે છે ખૂદને..?!—જો હા;
તો ન કરતો…