ઉછાંછળું

ધક્કો

મૂળીયાથી…ક્યાંથી તો કહો કે મૂળીયાથી…આ શું?, આ જવાબ છે, શેનો?,
એક સવાલનો, કયા સવાલનો?, ‘ઝાડ શેનાથી છે?’…
આપણે પણ આપણા ‘મૂળીયા’થી છીએ…આપણા વડવાઓ, આપણા પૂર્વજો, આપણા દાદાઓ,
પરદાદાઓ, વડદાદાઓ અને ઑફકોર્ષ દાદીઓ, પરદાદીઓ, વડદાદીઓ…
એમને થોડા જાણીએ; એમની રહેણીકરણી, એમનાં સ્વભાવ, એમનાં પહેરવેશ, એમની
રીતભાત, એમની ખાણી-પીણી, એમની જીવનશૈલી…
આપણે જ્યાંથી આવ્યા છીએ, જેનાથી આપણે જેવા છીએ એવા છીએ એવાઓને મૂલવીએ
એમ નથી કહેતો પણ તટસ્થ રહીને આપણી ખૂદની સાથે સરખાવીએ, નવા આવેલા કામનાં બદલાવો
અને જૂના ભૂલાય ગયેલા કામનો રીવાજો ક્યાંક ટાંકીએ અને પછી એને પાડીએ…
નકામું બધું નેવે…
તને જેમ ખબર જ છે એમ ‘વિયુક્ત’ એ કોઇ ચિલ્લો નથી કે ભૈ આ તને ગારી દીધો
એનાં પર જ ચાલવાનું, આ એક ધક્કો છે, મને પણ ખબર નથી સારી દિશામાં કે બસ એમ જ…પણ
એકાદ વખત ‘ભરાવા’માં વાંધો નહીં…એન્જોય દોસ્ત!