વિચારતું કરશે

એક દિ’ ધરાઇસ

મારીને ધરાઇસ
ગાળો બોલીને ધરાઇસ
‘અહિંયા ન થૂંકવું’ ત્યાં થૂંકીને ધરાઇસ
મોડે સુધી જાગીને ધરાઇસ
ઑવર સ્પીડથી ધરાઇસ
તીખા જમણથી ધરાઇસ
ચાલુ સીગ્નલે રસ્તો ક્રોસ કરીને ધરાઇસ
પાર્નોગ્રાફીથી ધરાઇસ
ચાવી દરવાજે લટકતી ભૂલીને ધરાઇસ
સ્કૂલ-બેગ ઘા કરીને ધરાઇસ
નળ પૂરો બંધ ન કરીને ધરાઇસ
રોજનીસીથી ધરાઇસ
સ્ટીકી નોટ્સથી ધરાઇસ
એન્ટી મોસ્કીટો લોશનથી ધરાઇસ
વસંતઋતુથી ધરાઇસ
બેડ સ્ટોરીઝથી ધરાઇસ
પોપકોર્નથી ધરાઇસ
ઘરમાં પગ મોજા પહેરવાથી ધરાઇસ
ફ્રી વાઇ-ફાઇથી ધરાઇસ
સ્ટફ્ડ ટોય્ઝથી ધરાઇસ
રવિવારથી ધરાઇસ
ધબકારનાં ઘોંઘાટથી ધરાઇસ
એક દિ’ ધરાઇસ