વિચારતું કરશે

એકની ચોઇસ મળે તો

-રામ બનું.

રામ બનવામાં તમારી અંદર નક્કી કરેલાં નિયમો અને સિધ્ધાંતોને તમે ફોલો કરો છો, તમારે મતે જે સાચું હોય એને વડગેલાં રહો છો, તમે જે માનતાં હો એની સાથમાં રહેવા માટે કંઇ પણ કરી છૂટો છો.

ઇન શોર્ટ, જો તમે રામ છો તો, જે કરો છો એ તમે નક્કી કરેલું છે, તમારા દિમાગમાં તમે ઘડેલું છે, તમે પોતાને માનો છો.

હા, એવું ઘણી વખત બની શકે કે ખૂદની સામે થવું પડે, અમુક સિધ્ધાંતોને પાર પાડવા કપરાં નિર્ણયો અને એનાં પરીણામોનો સામનો કરવો પડે પણ આ બધું તમે પોતે કરો છો, તમારી ખૂદની ઇચ્છાથી. તમે જાતે નક્કી કર્યું કે આ સાચું અને આ ખોટું, આમ થયું એટલે આવો નિર્ણય લેવો અને એનાં પડઘાનો આ રીતે સામનો કરવો, આમ કરવું અને આમ ન કરવું.

તમે કોઇ પણ સંજોગોમાં તમારી એ માન્યતાંને પડતી મૂકવા દેતાં નથી.

આ રામ.

-હનુમાન બનું.

પેલી લાક્ષણીકતા, તમે ખૂદને ભૂલી ગયા!

બીજી અને ચરમ લાક્ષણીકતા, તમે રામમાં રંગાઇ ગયા!

તમે તમારાં નિયમો, સિધ્ધાંતો, મત, ઇચ્છા, દિમાગ બધું રામનાં શરણે ધરી દીધું, તમે તમારા મટી ગયા, રામનાં વિચારો, રામનાં કથનો, રામનાં નિર્ણયો- તમે રામમય થઇ ગયા, રામમાં ઓગળીને રામમાં ભળી ગયા.

હનુમાન બનો છો તો, કોઇની સાથે કંઇ લેવા-દેવા નથી, કોઇની સામું થવાનું નથી, કોઇ નિર્ણયો લેવાનાં નથી, કોઇ જ પડઘાને ઝીલવાનાં નથી, ક્યાંય ખરા-ખોટાનું ત્રાજવું મૂકવાનું નથી.

કરવાનું છે કેટલું?- રામને જોવાનાં છે, રામને સાંભળવાનાં છે, રામ જપવાનાં છે, રામને શ્વસવાનાં છે.

ઇન શોર્ટ, હનુમાનને મન, બસ રામ.

આ હનુમાન.

મારી વાત કરું તો, બે માંથી એકની ચોઇસ મળે તો રામ બનીશ. હનુમાન બનવું અઘરું છે.