ચોખ્ખું ચટ્ટ

એનાં અને તારા


જરાક સંભાળ ખૂદને, તાળીઓમાં તણાય જામાં

મંચ પર બીજા વતી ઇનામ સ્વિકારી રહ્યો છે
આટલો તો ઢબૂકમાં, ભૂલી ગયો લાગે છે!
ભૈલા, બંને બાજુએથી ટીપાય રહ્યો છે તું
ઓળઘોળ…
====
આનંદ શેનો છે ખબર છે?- મને એટલી ખબર પડે છે કે મને આનંદ છે એનો
====
એને જોઇને મેં પણ ત્યાંને ત્યાં છાની-મૂની એક વખત ટ્રાયતો કરી જ લીધી
પણ સાલી પગની નસ ચડી ગઇ, પણ એતો ક્યારની એવી જ રીતે પગની પાછળ પગની એવી આંટ
ચડાવીને બેઠી હતી કે મને થયું કે સાલી વર્ષોની પ્રેકટીસ સિવાય આવું બની જ ન શકે પણ
વર્ષોની પ્રેકટીસ કરવા માટે એને પોતાને એટલા વર્ષો તો થયા હોવા જોઇએ ને!!
એના “કદ-કાઠી” જોઇને મને નહોતું લાગતું કે એ મારા કરતાં એકાદ વર્ષથી વધારી મોટી
હોય, તો એ હિસાબથી એ અઢારેકની હશે…
====
હરરોજની વાત નથી હોં આ…બસ ક્યારેકની છે આતો
ક્યારેક.. ક્યારેક હળવાફૂલ થઇને હળવે-હળવે ઉડી શકાતું હોત તો
ક્યારેક ખૂદની ઓપેસીટી ઘટાળતા-ઘટાળતા ધીમે-ધીમે સેમી ટ્રાન્સફરન્ટ
થતાં-થતાં ફૂલી ગાયબ થઇ શકાતું હોત તો
ક્યારેક મોબાઇલની બેટરી લાલ થઇ જઇને આપમેળે સટાક દઇને 100% થઇ જતી હોત
તો
ક્યારેક પતંગ પણ ઉડાવી શકાય અને કબૂતરાની પાંખો પણ ન કપાતી હોત તો
ક્યારેક ન સાંભળી શકાતી વાતો વચ્ચે કાનોનાં પોપચાં બીડી શકાતા હોત તો
ક્યારેક નાનકડા બચ્ચાને નવા શર્ટ પર…
====
નશામાં રહેવું અલગ વાત હતી
નશા સાથે રહેવું અલગ વાત હતી
ચાંદના દૂરથી વખાણ અલગ વાત હતી
એની નજરોથી અંજાવુ અલગ વાત હતી
અત્તરની માદક મહેકની અલગ વાત હતી
અધખૂલ્લી લાલ કળીઓની અલગ વાત હતી
ચંદન-કેસર-મધ લેપની અલગ વાત હતી
====
મજા શેમાં છે ખબર છે રીયલ રે’વામાં
આજે મેં પાંચ અલગ-અલગ ટોપીક પર લખવાનું શરૂ કર્યું પણ શેમાંય જામ્યું
નહીં
કેમ ખબર છે? કેમ કે એ બસ અમસ્તું લખતો ’તો, લખવા ખાતર
પછી થયું…
====
ઘણાએ મને ઘણી વખત પૂછ્યું છે કે અલ્યા તું આટલું બધું લખતો રહેશ તો
તને આવું બધું ક્યાંથી સૂજે છે;
તો લે આ વાંચ—ઘણી વખત એટલું બધું સૂજતું હોય છે કે કંઇ જ નથી સૂજતું
હોતું..!
પણ દોસ્ત ઘણી વખત અંતમાં, એનાં પૂરા થવામાં મજા નથી હોતી એનાં અધૂરા
રહેવામાં, અધવચ્ચે લટકી રહેવામાં મજા હોય છે.
જિંદગીમાં તેં અને મેં ઘણું કરવા માંડ્યું હશે એમાંથી ઘણું બધું પતાવતાં
જતાં હોઇશું પણ ઘણું ખરું છૂટતું પણ જતું હશે, અધરું પણ રહેતું જતું હશે, ભૂલાતું
પણ જતું હશે. તો એનું શું? એનું કંઇ નહીં એને છૂટવા દો, રહેવા દો, ભૂલાવા દો. નશીબ;
એનાં અને તારા…