બેફિકરું

એની પાસે માગ-

એને કહે, ‘નિરાંત તો આ બાજુમાં પડી જ છે, જ્યારે
જોઇશે ત્યારે, જેટલી જોઇતી હશે એટલી લઇ લઇશ, અત્યારે તો તું મને કંઇક ચેલેન્જિંગ
આપ, કંઇક કઠણ આપ, જરાક વજનદાર આપ; હુંયે જોઉં તો ખરો કે મને બનાવીને, મારામાં તું
કેટલોક ખાટ્યો છે.’

ટ્રસ્ટ
મી, તું અને હું એની બેનમૂન રચના છીએ. આપણે આપણી જાણ બહારની કેપેસીટી ધરાવીએ છીએ.
એણે ‘માણસ’ નામની પ્રોડક્ટ માર્કેટમાં મૂકતાં પહેલાં કંઇ કેટલીયે એક્સ્ટ્રીમ
કંડીશનમાં કંઇ કેટલાય એસીડ ટેસ્ટ કરી જ લીધેલા હતાં એટલે એનાં આપણા પરનાં વિશ્વાસને
ધ્યાનમાં રાખીને પણ પાછળ હટવાનું મૂકી દે અને કંદોરે નાગી શમશેર લટકાવી લે.