ચોખ્ખું ચટ્ટ

એનું ફેંકાવું

વિચારમાં. કર.
એવું લાગે છે કે કરવું છે, તો કર.
‘અરે! હવે શું; હવે કરીને શું ફાયદો છે?,
એ તો પતી ગયું, સમય સરી ગયો, વરસાદ પડી ગયો, ખાટલો ઢળી ગયો, કેસૂડો ખરી ગયો..’
મારું માન, આવું કશું હોતું જ નથી.
આ સાલ્લો સમય બંને છે; એ ક્યાંય જતો જ
નથી, હંમેશા હોય જ છે; અને હંમેશા જતો જ રહેતો હોય છે.
તારા ઉપર છે કે તું સમયને એનાં આ
બંનેમાંથી ક્યા રૂપમાં જોવા માગે છે.
ફરીથી….ફરીથી મંડ્યો આવું બધું વિચારવા?
અરે! વિચારમાં ડફોળ, મંડ કરવા.
દોસ્ત, ગમતું, મજાનું, જલસો પડ્યે જ રાખે
એવું કંઇક કરવા માટે જિંદગી ગધની ઘણી લાંબી છે.
ઘણી લાંબી…
નથી માનવામાં આવતું તને? કરી જો એકવખત,
તારે જે કરવું હોય તે, તને ગમતું, પછી મને કે.
અરે! હું તને ત્યાં સુધી કહીશ કે, પછી તો એ
ગમતું કરવામાં વચ્ચે આવતાં હર્ડલને કૂદવાની પણ એટલી મજા આવવાં લાગશે કે એક ગમતું
કરતી વખતે બીજા બે-ચાર એના પછી કરવાનાં ગમતા કામોનું લીસ્ટ તૈયાર થતું જશે.
ક્યારે એ મહત્વનું નથી હિરો! ઉઠવું મહત્વનું
છે, જાગવું મહત્વનું છે, ડબલું લઇને ભાગવું મહત્વનું છે…
કેટલે દૂર સુધી મહત્વનું નથી, એ કાગળનાં
પ્લેનનું બનવું અને એનું હવામાં ફેંકાવું મહત્વનું છે…હેને!