ધક્કો મારશે

ફરી-ફરીને

ઉતાવળ છે,
બેફામ કામ કરવાની, અસહ્ય થાકવાની,
ફરી-ફરીને..ફરી-ફરીને..
ઉતાવળ છે,
પામીને નવું તાકવાની, પી-પીને તરસ્યા થવાની,
ફરી-ફરીને..ફરી-ફરીને..
ઉતાવળ છે,
બેરહેમ થવાની, ખુદને હાકલ કરવાની,
ફરી-ફરીને..ફરી-ફરીને..
ઉતાવળ છે,
હા, ઉતાવળ છે.
ફરી-ફરીને..ફરી-ફરીને..