સ્વાભાવિક

ઘણી ખમ્મા વ્હાલાને..

સારા માણસો હતા, સારા માણસો છે અને સારા માણસો રહેવાના એને સત,
દ્વાપર, ત્રેતા કે કળી સાથે કોઇ જ લેવા દેવા નથી.
દર વખતે પહેલા વાતનો બેઇઝ તૈયાર કરીને ધીમે-ધીમે વાત તરફ આગળ વધતો
હોઉં છું, પણ આજે કંઇક અલગ રીતે વાતને તારી સામે રજૂ કરવા પાછળ કંઇક નવું અજમાવવા
સીવાય પણ એક બીજું કારણ છે. અને એ કારણ છે, આ વાત વિશે તારા-મારામાં ઘર કરી ગયેલી
ગેરમાન્યતાઓ. આ ઉલટી સમજો એટલી ઉંડી ઉતરી ગયેલી છે આપણી અંદર કે હવે એના સુધી
ધીમે-ધીમે બેઇઝ બાંધીને પહોંચવાનો સમય નથી બચ્યો, એના સુધી જેટલું જલદીથી પહોંચીને
એને જડોથી ખેંચીને બહાર ફેંકી શકાય એટલું સારું છે એટલે આજે મેં પહેલી જ લીટીમાં
ઘા કરી દીધો.
એ સમય અલગ હતો, ત્યારે બધા કુદરતમાં લીન હતા, એ સતયુગ હતો..એમાં તો
પૂછળું હતું, એ દ્વાપરયુગ હતો, એમાં તો ઢીકળું અને લોકળું હતું, એ ત્રેતાયુગ હતો,
બુલશીટ્ટ…નોનસેન્સ…ફેંકુબાજી…
દરેક કાળમાં, દરેક સમયમાં , દરેક યુગમાં બેકાર માણસો હતા, થર્ડક્લાસ
માણસો હતા, બીજાની ઘોરખોદવાં તલપાપડ હતા, અને હંમેશા સારા:ખરાબનું પ્રમાણ આજ હતું
8:1; 8 લબાડ માણસે એક જ સારો માણસ હતો આજે પણ એ જ છે, મારી આજુબાજુનાં 8 ચમનો એ હું
એકલો છું…જસ્ટૅ કીડીંગ..બટ ભંગારીયા માણસો હંમેશા ધાળીયામાં જ હોવાનાં..તો પછી
પહેલાંનાં સમયમાં અને આજનાં સમયમાં ફરક શું છે? આજનાં યુગને કળી અને ત્યારનાં ને
સત, દ્વાપર અને ત્રેતા કેમ કહેવાતાં? આવા જ સવાલો થાય છે ને તને અત્યારના?
ત્યારેનાં સારા લોકો પોતાની સારપ વેહાવ્યે જતાં હતાં, એને ન તો બીજા
સારાઓની પરવાહ હતી કે ન તો ડફોળ લબાડોની. એ પોતાની સારાપને માણતાં, એ એનાં માટે મંદીર
પરની કોઇ દિવાલ પર જડેલી ‘પૂછળા તરફથી 1,00,000 રૂપિયા’ ની તક્તિ જ માત્ર ન હતી, એ
જે કરતાં એ એ કર્યે જ કરતાં, એને એ કરવા માટે કોઇ મોટીવેશનની જરૂર ન હતી કે એ ‘ગામની
સેવા કરતાં તારું કરને, ડોઢા’નાં ટોણાથી એમને કંઇ જ ફરક પડતો. બેકાર લોકો અને એની
મેન્ટાલીટી તો આજે પણ એવીની એવી જ છે, જેવી સતયુગમાં હતી ફરક પડ્યો છે સારા
લોકોમાં, એમની બેકાર લોકોથી પોતાને અડગા રાખવાની દિવાલમાં સેંધ પડી છે અને એ
ધીમે-ધીમે કાણામાંથી બાકોરાનું સ્વરૂપ લેતી ગઇ છે.
જો તું સારો છે, બીજાનાં માટે સારુ વિચારી શકે છે, કંઇક સારું કરી શકે
છે તો તું બસ એ કર, ‘આ જમાનો સારનો છે જ નહીં’, ‘આપણે એવું કરી એ તો ચાર લોકો વચ્ચે
ઘેલા લાગીએ અને પછી આપણી ઘેલાયને લીધે કોઇ આપણે ગનકારે પણ નહીં’, આવા કંઇ આડા-અવડા
વિચારો રહેવા દેવા અને બસ જે સારું લાગે એ કરવું.
આમ પણ જો થોડુંક વિચારીએ તો શીયાળો, ઉનાળો, ચોમાસું એમ એક ચક્કર પતે પછી
વળી ફરીથી એ ચક્કર ફરવાનું જ હોય છે તો આજે આ ‘કળી’ સુધી તો પહોંચી ગયા છીએ તો હવે
‘સત’ જ આવવાનો ને પાછો..તો હાલ ને એનાં ખમૈયા કરીએ…