ચોખ્ખું ચટ્ટ

હા બસ, તું કહે એમ

ક્યારેક એક સોંગ કાફી થઇ જાય,
ક્યારેક મુવીમાંથી કંઇ મળી જાય,
ક્યારેક બસ સ્ટેન્ડ પર રાહ જોવી પડે,
ક્યારેક ભયંકર સ્પીડમાં બાઇક ચલાવી, લપસીને સૂઇ જવામાં બસ જરાક
અમસ્તું બચવું પડે,
ક્યારેક સવારે ચાર વાગ્યા સુધી એ અટકી પડેલું કામ કરવા છતાં ન થાય પછી
ઓશીકા વચ્ચે મોં દબાવી એ ભીનું થઇ જાય ત્યાં સુધી લાળ પડી જાય અને ગળાની નશો ફૂલી
જાય એટલી જોશથી રાડો પાડવી પડે,
ક્યારેક એકદમ ઠંડીમાં બહાર હિંચકા પર બેઠાં-બેઠાં કાવાની સીપો ખેંચવી
પડે,
ક્યારેક રેસકોર્સ એથલેટીક્સ ગ્રાઉન્ડ પર, સવારનાં પહોરનાં અર્ધ
અંધકારમાં છ-સાત-આઠ ચક્કરોની દોડ લગાવી શ્વાસોની ઉતર-ચડને બાબા રામદેવની દાઢી
જેટલી વધારવી પડે,
ક્યારેક બસ એમ જ લેપટોપની ચાપો દબાવવાથી આવી જાય,
ક્યારેક રંગાઇને, એમાં ખૂંપી જઇને, ખૂદને ભૂલીને, એમાં એકાકાર થઇ જતાં
અજાણતાં જ મળી જાય,
ક્યારેક હડસેલતો હોઉંતોયે પરાણે આવી જ જાય,
ક્યારેક કોઇકને-કશાંકને જોતાં જ ફૂટી નીકળે,
ક્યારેક બેફામ ચીડ એને મારા સુધી પહોંચાડી લાવે,
ક્યારેક કરગરી-લાડ લડાવીને મરી જાઉં તોયે ન આવે તેં ન જ આવે,
આ લે, પૂછતો હોય છે ને કે તને આવું લખવા-બખવાની પ્રેરણા ક્યાંથી મળે
છે?
જોયાનેં આ સાલ્લી વહરી પ્રેરણાનાં નખરાને તેં?