પરે સાવ

હજુ બાકી છે.

 રોક મ્યુઝીકથી તને શાંતિ મળી શકે, રડતી વખતે તને મજા આવી શકે, એને બેફામ
ગાળો આપીને તું એના માટેનો તારો પ્રેમ વ્યક્ત કરી શકે, શૉક આપીને તારા શરીરને સાજુ
કરી શકાય, ધીમા-એકધારા ચાલીને રેસ જીતી શકાય…
ઘણું એવું છે જે આપણી ‘દૈનીક’ સમજની થોડી બહારની વસ્તું છે છતાં એના
પર જરાક ટોર્ચ ફેંકીશું તો લાગશે કે, ‘હા એય..આવું બને છે હોં..!’ આપણને ખુદને
નવાઇ લાગશે કે આવું આપણી સાથે પણ બને છે.
થોડી નજર ઝીણી કરીએ તો આવા બીજા ઘણા વિરોધાભાસી વલણોને આપણે એવી સહજ
રીતે આત્મસાત્ કરી લીધેલા છે કે આપણે એનો અનુભવ રોજને રોજ કરતાં રહેતાં હોઇશું તો
પણ આપણને એની જાણ નહીં થાય.
તો આની પરથી શું એ તારણ કાઢી શકાય કે, આપણે રાતે જાગી અને દિવસે સૂઇ
શકીએ?, આપણે ઉપર ચડ્ડી અને નીચે બંડી પહેરી શકીએ?, આપણે પાણીમાં રહી અને હવામાં
ડૂબી શકીએ? એમ??—ના, આવા તારણ તો નહીં પણ બીજા અમુક તારણ તો કાઢી જ શકીએ.. જેમ કે,
આપણને ભલે ન લાગે પણ આપણે ઠંડાગાર રહીને કાળઝાળ ગુસ્સો કરી શકીએ, આપણે
ભયંકર ઉતપાત સાથે બિલકુલ શાંતિથી કામ કરી શકીએ, આપણે ભયંકર પ્રેશરમાં જોઇતો ટારગેટ
એચીવ કરી શકીએ..
આપણી સામે હજું આપણે પૂરા ખૂલ્યા જ નથી, આપણે આપણને હજું પૂરા જાણ્યા
જ નથી. આપણી ક્ષમતાં, આપણી સહનશીલતાં, આપણી સહજતાંની હદને આપણે હજું અડક્યા જ નથી.
‘રામ-લીલા’નો એન્ડ જેમ પહેલેથી ખબર પડી ગઇ હતી એમ આ સ્ટોરીનો પણ એન્ડ
તને કહી દઉં?..હા..?…ના?…હા……
તો લે.. આવી અડકવા માટેની કોઇ હદ જ નહીં મળે; ટ્રસ્ટ મી, તને જેવું એમ
લાગશે ને કે બસ હવે એક પણ પુશ-અપ વધારે નહીં થઇ શકે ત્યાં જ જો થોડું વધારે જોર થઇ
જશે ને તો એક પુશ-એપ વધારે થઇ જશે, એક પણ પગથિયું હવે વધારે નહીં ચડી શકાય એવું
કહેતાં-કહેતાં માસી ક્યારે ગિરનારનાં દત્તાત્રેય શિખરનો ઘંટ વગાડી આવ્યા એની તપાસ
કરાવવી પડે, ‘12 kBps ની લબાડ સ્પીડમાં થોડું કંઇ લાઉનલોડીંગ
થતાં હશે!’ એવું કહેતાં-કહેતાં બે રાત આખી સીસ્ટમ ચાલું રાખીને 400 MBનું મુવી ઉતરી પણ જાય અને જોવાય પણ જાય…
આપણે હજું આપણા ઘણા પડ ઉખેડવાનાં બાકી છે, આપણે હજું ઘણા આપણને
જાણવાનાં બાકી છે, આપણે હજું ઘણા આપણને માનવાનાં બાકી છે…