શેખચલ્લીનું એઠું

હવે કોઇ કંઇ નહીં કહે.

કોઇ એમ ન કહે કે, ‘કોશિષ પણ ન કરી’,

મેં પણ રડમશ ચહેરો બનાવી જોયો-

પણ સાલ્લો એ મને સ્યૂટ ન કર્યો!

કોઇ એમ ન કહે કે, ‘મેદાને ઉતર્યો નહીં’,

ઘણી-ઘણી રમતો અજમાવી યારો-

પણ સાલ્લો કોઇ માંય નો લાલ હરાવી ન શક્યો!

કોઇ એમ ન કહે કે, ‘સમાજની પરવાહ નથી’,

એક ચહેરાની ઉપર એક વધું મેં પણ ચીપકાવ્યો-

ખબર નહીં કેમ, ધીમે રહીને એ ખરી ગયો!

કોઇ એમ ન કહે કે, ‘નશિબની બલિહારી’,

નિશાનનાં તક્તાને ઉંચી ડાળીએ ટંગાવ્યો-

આંખે પાટા બાંધી અર્જુનવાળો કિમીયો અજમાવ્યો!

કોઇ એમ ન કહે કે, ‘બસ ગાડી આટલે અટકાણી’,

ગઇ રાતે આ પોરબંદર પાસેનો દરીયો ખાલી કરાવ્યો-

અત્યારે જે હિલ્લોળા લે છે એ મારો જુસ્સો એમાં ઠાલવ્યો!

તો હવે કોઇ કંઇ નહીં કહે.