દિલફેક

હું ટાઇટલ કહું, તું હેડીંગ

એવું નથી કે પ્રાસ મળે તો જ લખ્યું કે’વાય
 આપણે
ક્યાં બોલતી વખતે એવું વિચારીને બોલતાં હોઇએ છીએ!
 એવું
નથી કે નાહીને ધોયેલાં કપડા જ પે’રાય
 એવું
નથી કે પેન્સીલની નીપ શાર્પ જ હોવી જોઇએ
 ના
એવું નથી કે ઇયર ફોનમાં વોલ્યુમ હાઇ જ હોય
 એવું
નથી કે પલંગમાં પડીએ એ સાથે ઉંઘ ન જ આવે
 હજી
થોડી સીમ્પલ વાત કરીએ તો
 મને મન
થાય એ હું કરી શકું
 તને
ગમે એ તું કરી શકે
 મને
રસાવાળી મેગી ભાવે, તને ખજૂર-આમલીની ચટણી
 તને
ડાબે પડખે સૂવું ફાવે, મને સૂતાં-સૂતાં સોંગ સાંભળવા ગમે
 મારું
માઇન્ડ વેવરીંગ છે, તું રોજે યોગા કરે છે
 કોઇ
બીબાઢાળ નિયમ નથી, કોઇ દોરડું નથી જેને દડો અડકી જાય તો ચોક્કો ગણાય જાય
 હું
ગમે તેવો હોય શકું, ગમે તે-ગમે તેમ લખી શકું
 તું
ગમે તેને ગમી શકે, ગમે તેની સામે પડી શકે
 મને
ઉનાળામાં શરદી થાય છે, તને ધૂળની અલર્જી છે
 તું
વારે-વારે આંગળીનાં ટચાકા ફોડતી હોય શકે
 મને
બધી જ આંગળીમાં રીંગ પહેરવાનો શોખ હોય શકે
 મારા
વાળ ખરે છે, તું અરીઠાથી માથું ધોવાનો આગ્રહ રાખે છે
 તું,
તારો સ્વભાવ, તારો ટેસ્ટ, તારો મ્હાયલો

હું, મારી
આદત, મારા શોખ, મારો મ્હાયલો

 જરાક
અવળી રીતે,
 હું
તપેલીને જામફળ કહી શકું, તું ચ્યુંગમને ઘુવડ કહી શકે
 હું
નેણને શેવ કરીને દાંતણને ભેગા કરીને એનાં ચપ્પ્લ બનાવીને એને પહેરીને ફરી શકું
 તું
તારા બધા કપડા ફાડીને એનાં નાના-નાના ટૂકડા સ્ટેપલર-સેલોટેપથી જોડીને એને પહેરીને
ચાર પગે ચાલવાનું શરું કરી શકે
 ઇન
શોર્ટ, જે કંઇ પણ ઓબ્વીયસ દેખાય છે, જે એવું લાગે છે કે એ આમ જ થવું જોઇએ કે પછી એ
તો  આમ જ થતું હોય ને, એ બધું બીજી ઘણી ઘણી
રીતે થઇ શકે છે. પણ છે એટલું કે આપણે એને એમ જ અને એવી રીતે જ થતું જોયું છે
 આઉટ ઑફ
ધ બોક્સ, ઇન સાઇડ ધ બોક્સ જેવું કંઇ નથી
 ક્યાંય
કોઇ દેખીતા બંધનો નથી, બધું લિમીટલેસ છે