જરા ટેઢું

‘આઇ ડોન્ટ નો!’

મેં અત્યાર સુધી ઘણી એવી સ્ટોરી લખી જેમાં
મેં, મને ‘હું’ ન ગણી કોઇ બીજા પાત્ર તરીકે, એની ભાવનાઓ અને એના નઝરીયા સાથે રજૂ
કર્યો હોય. પણ આજે હું મને પોતાને રજૂ કરવા ઇચ્છું છું.
ચલ એક ઉદાહરણથી વાત શરૂ કરી. તને કોઇ કહે
કે, આ સબજેક્ટ પર તમારો દ્રષ્ટિકોણ જણાવો; લાદેન, પ્રભાકરન, કસાબ, નોનવેજ,
કેનબલીઝમ, રેપ, પોર્ન, પીઅર્સીંગ, ગ્રેફીટી, હોમોસેક્સુઆલીટી, હાર્ડરોક. તો તારો
શું જવાબ હશે એ તું તારા મનમાં આગળ વાંચતાં પહેલાં નક્કી કરે લે. ટેઇક યોર ટાઇમ.
જવાબ વિચારી લીધો?- તો હવે આ બધા વિશે હું
શું વિચારું છું અને એના પરથી ઢગલાબંધ વર્સેટાઇલ સબજેક્ટ્સ પર આટલી છણાવટથી કઇ
રીતે લખી શકું છું એની પાછળનું (મારું માનવું હોય એવું!) કારણ તને કહું. હું
વિચારું છું કે, (પછી ભલે એ ગમે તેટલું વિઅર્ડ હોય શકે, બટ ધીસ ઈઝ માય ‘વિયુક્ત​’
હું અહીંનો રાજા છું, સો યુ ગેટ લોસ્ટ, ગોટ ઇટ?) પાણીમાંથી સીધી જ કાઢેલી કાચી,
તરફડતી, જીવતી સ્ક્વીડ કાપીને લીંબુ સાથે મોં માં નાખીને એનાં પર રેડ વાઇનની એક
શીપ લેવી એ પીક્ચરનાં સીન જોતાં-જોતાં, ઇન્ટરવેલમાં લીધેલી પોપકોર્નની ત્રણ-ચાર
ધાણી પર કોકની શીપ લેવાથી કંઇ વધારે અલગ વાત નથી, સોમાલીયાનાં 14 વર્ષનાં બચુલીયા
પાઇરટ માટે એણે હાઇજેક કરેલી બોટનાં સીક્યોરીટી ગાર્ડનું મોં જબરદસ્તી ખોલી એની
જીભ પર ઇલેક્ટ્રોડનાં જટકા દેવા એ આપણા અહીંનાં બચુલીયાનાં મોબાઇલ ચાર્જરની પીન
પ્લગમાં ઘૂસેડી એની સ્વીચ ચાલુ કરવા કરતાં કંઇ વધારે અલગ વાત નથી, આફ્રીકાનાં
અંતરાલ જંગલ વિસ્તારની આદિવાસી પ્રજાતીની મહિલાઓની હોઠ વિંધીને, આઇ મીન, ચીરીને
એમાં એક ઇંચની ત્ત્રીજ્યાથી લઇને ત્રણ-ચાર ઇંચની ત્રીજ્યાની રીંગ બેસાડવાની પરંપરા,
જેમાંથી જેની રીંગ વધારે મોટી એ સ્ત્રી વધારે સુંદર માનવામાં આવે એવી પરંપરા આપણી
લગ્ન પહેલાની હલ્દી-મહેંદીની પરંપરાથી કંઇ વધારે અલગ વાત નથી.
હું એમ માનું છું કે, જો આપણે સમજીએ તો
બધું એના પર અવલંબે છે કે આપણે કેવા માહોલમાં ઉછર્યા છીએ. એવા ઘણા વિચિત્ર ઉદાહરણ
મળી જશે જે આપણી ધારણાથી, આપણી સમજથી, આપણા સ્વપ્નાઓથી પણ પરે હશે. જેમ કે મર્યા ત્યાં સુધી
શીલવાન, દરરોજ 100-200 ગ્રામ ચરસનું સેવન, જાહેર સ્થળ પર ગોળીબારી.
હું એમ માનું છું કે, આપ્ણે કોઇને જજ ન
કરી શકીએ કેમ કે, આપણે એના માહોલથી વાકેફ નથી. આપણે એની સાથે, એની જેમ ઉછર્યા નથી,
આપણા પર એ નથી વિત્યું જે એના પર વિત્યું છે, આપણે એ નથી જોયું જે એણે જોયું છે. આ
બધું ગમે તે હોય શકે; સારું પણ અને ખરાબ પણ. ટૂંકમાં આપણે ‘આપણે’ છીએ, આપણે ‘એ’
નથી.
અને હું આવું તાર્દશ્ય, ફ્રી ફ્લો એટલે જ
લખી શકું છું કેમ કે હું જ્યારે કોઇ પાત્ર લખું છું ત્યારે હું ‘એ’ બની જાવ છું.
જ્યારે મારું પાત્ર રેપ કરે છે ત્યારે હું પર રેપ કરતો હોવ છું, જ્યારે પાત્ર
ધ્યાન કરતો હોય છે ત્યારે હું પણ એ શાંતિ અનુભવતો હોવ છું, જ્યારે પાત્ર પાણીમાં
ડૂબતું હોય છે ત્યારે હું ગૂંગડાતો હોવ છું.
બટ બીવેર; અહી સિક્કાની બીજી બાજુની વાત
કરવાનો છું હું. એ ફીલીંગ કેવી હશે જ્યારે તમને તમારી સાથે ખોટું બોલીને, તમને દગો
દેનાર પર ગુસ્સો પણ આવતો હશે અને એ કરવા પાછળની એની મજબૂરી પણ ગળે ઉતરતી હશે. એ
ફીલીંગ કેવી હશે જ્યારે તમારી ટીમનાં પ્લેયરનાં મોં પર હારની હતાશા સાથે જીતેલી
ટીમનાં પ્લેયરની આંખોમાંનાં હર્ષનાં આંસુ પણ સમજાતા હશે!
ટ્રસ્ટ મી, ઇટ ઇઝ સ્કેરી, વિઅર્ડ,
અનબેરેબલ, ફની, હોરીબલ, અનએક્સપ્લેનેબલ, ઇટ્સ લાઇક ‘આઇ ડોન્ટ નો!’…સો યેહ
ડાર્ક/બ્રાઇટ સાઇડ ઓફ ‘દેવ’..