ઉછાંછળું

ignis fatuus

 
નહીં આજુ; ના રે! બાજુ પણ નહીં,
ધ્યાન ખાલી ધંધા પર જ હતું
ગલ્લાને ઉભરાવવાનું પ્રણ જો હતું
બધુંજ બરાબર જતું હતું
આમ માલનું ખપવું આમ નાણાનું ખનકવું
સાંજ; હા રે! બપોર પણ એમની સાથે,
કૂર્તી-કમીઝની મારી દુકાન ચહલ-પહલનું
કેન્દ્ર હતું
ચૂંદડીઓનું સરકવું, લટોનું લસરવું,
હોઠોનું મરકવું
આમાંથી કશું નવલું નજરાણું ન હતું
એક ટોળાનું જવું અને બીજાનું આવવું, બસ
આટલું
આ શું? અરે! આવું કોણ? આ કોણ?
નહીં આજુ; ના રે! બાજુ પણ નહીં,
ધ્યાન માત્ર એનાં પર જ હતું
શું ગલ્લો અને શું નાણું, ખૂદનું પણ ભાન
હતું?
ટોળાની વચ્ચે એ અલભ્ય નજરાણું..