જુદું કંઇક

જેક્સ ક્રો

એક હતો કાગડો. ના, એવો કંઇ ખાસ નહીં, આપણા રેલ્વે
સ્ટેશનનાં કાળા, કાં-કાં-કાં કરતાં રહેતાં, વડુ પૂરું થઇ જવાથી છેલ્લે વધી ગયેલાં
પાઉંનાં ફેંકેલાં ટૂંકડા કે પછી પાટા ટપીને ભાગતાં કોઇકનાં પગે કચડાય ગયેલા
ખીસકોલી જેવડાં ઉંદરડાને ખાવા એકબીજા સાથી જંટાજંટી કરતા રહેતાં આપણા ઑર્ડીનરી
કાગડા જેવો જ હતો એ કાગડો.
પણ આ સાલ્લાનાં બેડ લક કહો કે ગૂડ લક; પૈસાદાર
નબીરાની કંઇક નવીન પ્રાણી/પક્ષી પાડવાની જીદને લીધે એ કાગડો પાંજરે પૂરાયો હતો.
હવે વાત એમ કે, એ નબીરા પર ‘પાઇરેટ્સ ઑફ કેરેબીયન’ની ઉંડી છાપ તો સ્વાભાવીક છે કે
એ નબીરો પોતાને ‘જેક’ જ કહેવડાવતો હોય! અને એટલે જ એણે આ કાગડાને ‘જેક્સ ક્રો’
એવું નામ આપી દીધું!
તો જ્યાં-જ્યાં જેક જાય ત્યાં-ત્યાં ‘જેક્સ ક્રો’
પણ જાય. પહેલાં તો કાગડાને એ બંધ પાંજરામાં કંઇ ખાસ મજા ન આવતી પણ સાલ્લી કાગડાની
જાત, હોંશીયાર બચ્ચો! મારો બેટો પછી ધીમે-ધીમે સમજવા લાગ્યો કે અહીંયા તો જલસા છે,
કંઇ મહેનત કર્યા વગર ચાક્કા જેવું આરોગવા મળે છે! એ જેકનું કહ્યું કરવા લાગ્યો, એ
સાફ-સૂથરો રહેવા લાગ્યો, કન્ડીંશનીંગ લગાવડાવીને ચમકવા લાગ્યો, પોતાનાં મો…ટા
પાંજરામાં થોડા-ઘણા ખેલ કરવા લાગ્યો. એ પાક્કું સમજી ગયો કે જેકને ખુશ રાખવામાં જ
માલ છે, અને આમને આમ જેક્સ ક્રો ‘માલેતુજાર’ થતો ગયો.
થોડા સમયમાં વળી જેકને શું નવી ચળ ઉપડી તો એણે
આર્ટક્લાસ જોઇન કર્યા અને એઝ યુઝ્વલ જ્યાં જેક ત્યાં ‘જેક્સ ક્રો’! અહીંયાથી જેકને
અને જેક્સ ક્રોને ફ્રેસ્કો, ગ્રેફીટી, પેઇન્ટીંગ, પીયાનો, સેક્સોફોન, વાયોલીન,
ઓપરા, પ્લે, સોનેટ, પોયમ, ફોટોગ્રાફી, મ્યુઝીયમ, પાબલો પીકાસો, જે. એમ. ડબ્લ્યુ.
ટર્નર,સાલ્વાડોર ડાલી, હેનરી મટીસ, ડીયાગો રીવેરા, મોઝાર્ટ, બીથોવન, ફ્રાન્ઝ
શૂબર્ટ, એન્ટોનીયો વીવાલ્ડી, લૂઇસ આર્મસ્ટ્રોંગ, શેક્સપીયર, હોમર, દાન્તે, જોન
મીલ્ટન, કાલીદાસ, મેન રે, સ્મીસ્તોસીનીયન, કાઇરો, લૂર વિશે કંઇક-કંઇક ખબર પડવી શરૂ
થઇ અને હર વખતે બધા સાથે બનતું આવ્યું છે એમ આ ખબર ધીમે-ધીમે જેકને અને એની
સાથે-સાથે જેક્સ ક્રોને પણ પોતાની અંદરને અંદર સમાવતી ગઇ.
જેકને અને જેક્સ ક્રોને આર્ટની લત લાગતી ગઇ. કદાચ
હવે એ બંનેને હવા અને પાણી વિના ચાલે એમ હતું પણ એકબીજા અને આર્ટ વિના ચાલી શકે એમ
ન હતું. અહીંયા જેટલું હાથમાં આવ્યું એટલું એમણે ફંફોડી નાખ્યું, ઘોળીને પી
નાખ્યું. હવે શું?
હવે એમની મીટ દુનિયાની આર્ટની રાજધાની પેરીસ પર
મંડાય. એમણે ફ્રાન્સમાં ડેરો જમાવવાનું નક્કી કર્યું. જે નબીરો કાગડાને પાડી એને
આર્ટનાં રવાડે ચડાવી શકે એ શું પોતાને અને પોતાનાં ‘જેક્સ ક્રો’ને પેરીસ સુધી ન
પહોંચાડી શકે?
જગપ્રસિધ્ધ પેઇન્ટીંગ ‘મોનાલીસા’ ઉપરાંત ઢગલામોઢે
બીજા ઘણાં આર્ટનાં બેનમૂન નગીનાંથી ભરેલાં લૂર મ્યુઝીયમમાં આજે એ બંનેની પ્રાયવેટ
ટૂર છે. 700 મીટર ઉંચા, લસરકા બરફનાં સ્ટીપ સ્લોપની ઉપરની કોર પર ઉભેલા, ટોપી સહિત
કાનમાં ઠંડી-પતલી હવાની સરસરાહટ સાથે પોતાની અંદરની ધ્રૂજારીને અનુભવી રહેલાં કોઇ
એમેચ્યોર સ્કીયરની જેમ આ બંને પણ નર્વસનેસ અને એક્સાટમેન્ટ ભરેલા પલડાઓને બેલેન્સ
કરવામાં લાગેલા હતાં.