દિલફેક

જ…રા અમસ્તી

હમણા મેં શું કર્યું ખબર છે? મેં બીજા એક ફેસબુક પેજની વાહ-વાહ કરી
એની પોસ્ટમાં ‘વિયુક્ત’ની લીંક ફીટ કરીને કોમેંટ મારી દીધી..વિચાર્યું કે આવું
કરીને હું બીજા વધારે લોકો સુધી મારા ‘વિયુક્ત’ને પહોંચાડી શકીશ, પાંચેક મિનીટ સુધી
ત્યાં એ કોમેન્ટ રહેવા પણ દીધી પછી કંઇક સૂજ્યું મેં તરત જ એ કોમેન્ટ ડીલીટ મારી
દીધી.
કીધું અલ્યા એ દેવાંગ, આમ કરવાથી શું મળી જવાનું? બે-ચાર વિસીટ વધી
જશે એ જ ને, અરે માંહે ગઇ એવી વિસીટો, એવી સફળતાઓ, એવાં આઇડીયાઝો, એવા ટારગેટો જે
બીજાની પાછળ સંતાયને એનાં ખભ્ભા પર બંધૂક મૂકીને સાધ્યા હોય; તને ત્યારે ભલે એવું
લાગે કે તે આવું કરીને શુંયે મેળવી લીધું પણ ટ્રસ્ટ મી બેટા એ મજામાં એક ‘ટ્ચ’ની
કમી હશે, જે એક પીંચ ઓફ મસાલાને શેરડીનાં રસમાં ઉમેરવાથી મળતો હોય છે, જે
ગીરનારનાં 9500 પગથીયા ચડ્યા પછી, દત્તાત્રેય ટૂંક પરનાં પેલા મોટા ઘંટનાં નજીક
આવતાં જતાં ઘંટારવ સાથેનાં 49 પગથીયા ચડ્યા પછી મળતો હોય છે, બેફામ બફારા પછી
ચોમાસાની પહેલી બૂંદ ધરતીની સૂક્કી ધૂળ પર પડે ત્યારે પ્રસરતી ભીની-ભીની-મીઠી-મીઠી
સુગંધ નાકમાં પ્રવેશતાં મળતો હોય છે; એ ‘ટ્ચ’ની કમી હશે.
જરાક ચડ, જરાક વધ, જરાક હલ..વધારે નહીં તો કહીં નહીં. કેમ કે જ્યારે
તું આ જરાક તારા દમથી પામ્યો છે ત્યારે બીજું કંઇ જ મેટર નથી કરતું. કંઇ મેટર કરી
છે તો એ એ કે, તું તારા પછવાળાની હવાથી, તારા જોમ-જુસ્સા-સૂઝ-બૂઝથી આગળ આવ્યો છે.
તારા તરફથી, તારી બાજુથી ક્યાંય, કોઇ છીંડા ન છૂટે એ જો, તું ક્યાંય
90% આપીને પાછો ન ફર એ જો, મચી પડવામાં કંઇ રહી ન જાય એ જો. બસ આટલું કર, બીજાનાં
ખંભા શોધવાની જરૂર નહી પડે, ઓથ લેવાની જરૂર નહીં પડે, સામી છાતી એ વાર જીલવાની અને
ધીમે-ધીમી વારની સામો પ્રહાર કરવાની તાકાત આવતી જાશે.
તો ક્યારેય મારી જેમ કોઇનાં પેજમાં તારી લીંક પોસ્ટ કરવાની ઇચ્છા થાય,
જુનીયરનું કરેલું કામ પોતાનાં નામે ચડાવાની ઇચ્છા થાય, પોતે ફૂસકી મારી, નાકે હાથ
દબાવી બાજુવાળા સામે જોઇને ‘તો આટલા ભજીયા ન ખાતા હોય તો!’ કહેવાની ઇચ્છા થાય
ત્યારે યાદ રાખજે વ્હાલા, એમાં પેલા ‘ટ્ચ’ની જ…રા અમસ્તી કમી તો હશે જ..!