ભીનું ક્યાંક કોરું

કાગનું બેસવું અને ડાળનું ભાંગવું?

હમણા નાથદ્વારા જવાનું થયું,
ત્યાં ચાલતાં-ચાલતાં ન જાણે ક્યાંથી એક ગૂંચળાવાળી દાઢીધારી બાવાને
મળવાનું થયું,
આમતો કોઇનું કહ્યું ન માનવું એ જ આચમન આપણે ગળે સીચ્યું,
પણ એ બાવાએ કંઇક એવું કાનમાં ફૂંક્યું કે સાલ્લું માહ્યેલું વિચારે
ચડ્યું-
‘નાસ્તિકીમાં નથી મજા રાજ્જા
આસ્તિકીનાં ગુણો તો જાજા જાજા
ઢોળીશ કોની માથે બધું જો હોઇશ નાસ્તિક
આસ્તિક રે, મળી જશે ઢગલાબંધ પોતાના શિરે લેવાં
તું તો બસ કર હાલાં હાલાં
‘ઇચ્છા નહીં હોય એની’, એવું કહેવાય કોઇક જોઇશે
‘પ્રયત્નોમાં પાછી પાની હતી’, હકિકત થોડી સહેવાય લાલા?
તું તો બસ કર હાલાં હાલાં
ખૂલ્લું આકાશ, લીલ્લું ઘાસ, ઠરતી ભીનાશ; નહીં સદે
ખૂંટાની ટેવ છે મહારાજ, જા ત્યાંથી મળશે તને ભગવાનનાં વાઘા..
તું કર અને એને કરાવ હાલાં હાલાં’
મને નથી લાગતું, આને આપણે એમ કહીશું;
કાગનું બેસવું અને ડાળનું ભાંગવું.