ભીનું ક્યાંક કોરું

કંઇક-કંઇક મજા જેવું..

 એક મુવી જોયું તું, ‘સીકરેટ લાઇફ ઑફ વૉલ્ટર મીટી’ એમાં શૉન પેનનું
કેરેક્ટર ફોટોગ્રાફર જર્નાલિસ્ટનું છે. એમાં એક વખત એ એવું કે છે કે ક્યારેક એને
કોઇ મોમેન્ટ એટલી ગમી જાય છે કે એની પાસે કેમેરો રેડી હોવા છતાં એ કેમેરાને
પોતાનાં અને એ કંઇક ‘અદભૂત’ એવી એ મોમેન્ટ વચ્ચે નથી આવવાં દેતાં. એમનો એ પ્રોફેશન
હોવા છતાં એમને એ કેમેરાનું ડિસ્ટર્બન્સ લાગે છે.
એથી આગળ એક મુવીનો પ્લોટ રીડ કરેલો, ‘ઇન્ટુ ધ વાઇલ્ડ’ જેમાં એક રીઇલ
ક્રીસ્ટોફર નામનાં જુવાનીયાની સ્ટોરી લાઇફ સ્ટોરી રજુ કરેલી છે. એ છોરો રીયલ,
સીમ્પલ લાઇફ જીવવાનાં ઇરાદાથી બસ એમ જ નીકળી પડે છે અને અંતે અણઘડ સમજનાં ભોગે કુદરતનાં
ખોળામાં જ વિલીન થઇ જાય છે.
આ બંને વાતમાં આમ તો કંઇ સામાન્ય જેવું નથી લાગતું પણ મને લાગે છે કે
આ બંને વાતમાંથી કોઇક એક કોમન વિચારસરણી નીકળે છે. અને એ છે જે જેમ થઇ રહ્યું છે એનો
એક હિસ્સો બનીને, એને ત્યારેને ત્યારે, એ જ મોમેન્ટમાં રહીને માણી લેવાની
વિચારસરણી. પછી ભલે એ ગમે તેટલું ટેમ્પ્ટીંગ હોય કે પછી એ ભલે ગમે તેટલું
ઇરીટેટીંગ હોય. ત્યાર પૂરતું એ તમારું છે અને તમે એનાં છો.
આ બધું મને એટલે સૂજ્યું કે મેં છેલ્લા પાંચેક મહિનાથી લખ્યું નથી અને
હવે જ્યારે લખું ત્યારે મને એમ થાય છે કે હું ‘બસ એમ જ’ નથી નિકળી પડ્યો, મેં
ખૂદને કુદરતનાં ખોળામાં નથી ધરી દીધું, હું એ ‘અદભૂત’ મોમેન્ટમાં કેમેરાને મને
ડિસ્ટર્બ થવા દઇ રહ્યો છું.
અત્યારે મને લાગે છે કે, ન લખવું એ મારા માટે કદાચ શૉન પેનનું કેમેરાનું
ક્લીક ન કરવા બરાબર કે પછી ક્રીસ્ટોફરનું કૂદરતમાં વિલીન થઇ જવા બરાબર વાત છે. લખીને
જાણે કે હું, મસ્ત મજાની કડક-કડક, પાતળી-પાતળી ગોલગપ્પાની પૂરીમાં પાછળની બાજુએ કાણું
પાડી રહ્યો છું, અને એ પણ ચટ્ટાકેદાર ખટ્ટ-મીઠ્ઠું પાણી ભરતાં પહેલાં..!!
બટ નેવર્થલેસ, હું ફરીથી લખી રહ્યો છું અને કંઇક-કંઇક મજા જેવું પણ
આવી રહ્યું છે.