બેફિકરું

ખાલી એમ જ

કશાની સાથે સારું થવું સારી વાત છે
કશાને નુકશાન ન પહોંચાડવું સારી વાત છે
બ્રહ્મનું સત્ય હોવું સારી વાત છે
સંગીતનું વાગવું સારી વાત છે
અંદરથી જાગવું સારી વાત છે
આળશનું ઉતરવું સારી વાત છે
હળવે-હળવે હસવું સારી વાત છે
મ્હોરનું ખીલવું સારી વાત છે
કૃત્રિમતાથી દૂર રહેવું સારી વાત છે
બસ ઇચ્છા થઇ, સારી વાતોનું યાદ આવે એવડું લિસ્ટ બનાવવાની..ખાલી એમ જ,
નો રીઝન..!