જુદું કંઇક

ખાલી લખાણ.

આ બધી મીઠી-મીઠી
વાતો; કુદરતે આપેલી અનમોલ ભેટ એવી આ જિંદગીને જીવી જવાની, એને જીલી લેવાની, બીજાને
મદદરૂપ થવાની, શાકાહારી ભોજન લેવાની, વાહન ધીમે ચલાવવાની, કચરો કચરાપેટીમાં
નાખવાની, અંધને રસ્તો ક્રોસ કરાવવાની, ગાયને ઘાસચારો દેવાની, લેધર-ફરની ચીજવસ્તુઓ
ન વાપરવાની વગેરે..વગેરે..જેવી મીઠી વાતો મજા આવે મને લખવાની અને તને વાંચવાની,
કોઇને માઇક પર ભાષણ દેવાની અને સાંભળનારોને એના પર તાળીઓ પાડવાની; પેલા શાહમૃગને
જેમ મુસબીત આવતાં જમીનમાં મોઢું ઘાલીને જેમ મુસીબતથી પોતે ક્યાંયે દૂર પહોંચી ગયો
હોય ત્યારની જે મજા આવે એના જેવી જ આ મજા છે!

જ્યારે કોઇ એક
પોતાની આંખ પર પાટો બાંધીને બીજા દેખતાંઓને પકડવા જાય અને બીજા દેખતાઓ એને પોતાને
પકડવા માટે કંઇક-કંઇક અવાજ કરીને પોતાનાં તરફ બોલાવે અને પછી ત્યાંથી બીજી તરફ
ભાગી જાય તો એને ‘આંધળો પાડો’ નામની રમત કહેવાય પણ જો રમનારા બધાંની આંખો પર કાળા
પાટા બાંધી દેવાયા હોય તો અને ત્યાં કોણ કોને કઇ રીતે પકડે અને કોણ કોને કઇ રીતે
કોની તરફ બોલાવીને એને પકડાવી દે અથવા કેટલાનો દાવ એકસાથે ચાલતો હોય અને કેટલા દાવ
લેતાં હોય આ વિશે મને કશી ખબર નથી પણ મને એક વાતની ખબર છે કે આ રમતને કહેવાય
શું..આ રમતને કહેવાય ‘અસલી જિંદગી’!

ના, વધારે
આશ્ચર્યનાં અખાડામાં કુસ્તી નથી લડવાની તારે..હું છું હજી અહીંયા..આવ હાથ ઝાલીલે
મારો, બહાર આવીજા..

તને ખબર છે, તું,
હું, અંકલ સેમ, એહમદીનેજાદ, ટોમ, સન્ની, કૉબે, સાનીયા…આપણે બધા એક એવા મજાનાં
કૂવામાં રહીએ છીએ કે આપણને ખબર જ નથી કે આપણે એ મજાના કૂવામાં રહીએ છીએ, આપણી સોચ,
આપણી સમજ, આપણી માનવતાં, આપણી ક્રૂરતાં, આપણી સામાજીકતાં, આપણી અષ્લીલતાં, આપણી
લાગણી, આપણી લૂચ્ચાઇ, આપણાં મૂખોટા, આપણી શાયરી, આપણી ગાળો…આ બધું ભલે લાગતું
હોય સ્વાભાવીક અને વાસ્તવીક પણ એ પેલા આઇપીએલની જેમ ફીક્સ છે..થોડું લાંબુ વિચારીશ
તો લાગશે કે તું અને હું આજે પણ એ જ કરીએ છીએ જે લાખો વર્ષ પહેલાંનાં જૂનાં મળેલા
દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે એમ આપણા પૂર્વજોનાં કરતાં..આપણે પણ ખાઇએ છીએ, સૂઇએ
છીએ, ભોગવીએ છીએ, શામ-દામ-દંડ-ભેદથી ડામી શકીએ તો ડામીએ છીએ અને નહીં તો છેલ્લે
ભાગીએ છીએ, પોતાને ટકાવીએ છીએ..

આઇ નો કે આ બધું
થોડું અજીબ છે પણ અત્યારે એ નથી વિચારવું કે આ બધાનો તોડ શું છે પણ પહેલાં એ જાણીએ
કે આ બધામાં આપણે કેટલાં અંદર ધસેલાં છીએ, ખૂંપેલા છીએ..આપણે શું કામ બચી ગયા અને
ચીત્તા શું કામ વિલુપ્તતાની કગાર પર પહોંચી ગયા? ખાલી પેલો ડાર્વીનદાદાનો ‘કુદરતી
પસંદગી’નો વિકલ્પ જ આપણા પર લાગુ પડી ગયો કે પછી આપણી આ ‘પરોપકારી’ માનવજાત
કોઇ રાજરમત રમી ગઇ? આપણા પર કેમ ‘મોટી માછલી નાની માછલીને ખાય’ નો નિયમ ન લાગું
પડ્યો..અને લાગું પડ્યો તો પછી હાથી કે પછી સ્પર્મ વ્હેલ આપણને કેમ ગળામાં ગાળીયો
નાખીને પોતાનાં ‘પેટ’ બનાવી ન ગયાં?