દિલફેક

કીધું ચલ ..

કીધું ચલ આજે ભટકી જોઉં

કંઇક
નવું આંબી, ક્યાંક ઉંડે અડકી જોઉં

બદામ
બે ખાઇ લાવ થોડું ભૂલી જોઉં

આખે-આખું
ગળી, ગલોફા વચારે ચગળી જોઉં

કંઇક
અંદર ભરી, થોડું બહાર ફૂંકી જોઉં

સૂકા
રણમાં વરસી, તરત જ સોસાય જોઉં

બટકણી
ડાળે લટકી, બાવળા ફૂલવી જોઉં

મારો જ
દાવ હોઇ, હું જ સંતાઇ જોઉં

એકાદો મરેલો
મળે અને એને હું જીવતો કરી જોઉં

કીધું
ચલ આજે ભટકી જોઉં