જરા ટેઢું

કજાત જાત

કજાત
એમ
નહીં
સળગે, ભીની-
ભરી
છે મૂઇ
કંઇક
સૂકું
બાળ,
પછી ફરતે

ભભરાવ
એકાદ
પૂઠ્ઠું
હળવેથી
હલાવ
તણખા
લાવ
જાતને
જ જો
જગાવવી
હોય તો
દમ
લગાવ
કજાત
મૂઇ
એમ
નહીં સળગે,
ભીની
ભરી છે.