પરે સાવ

કમા-ખરચ

લહેરાકે બલખાકે તું દુનિયા ભૂલાકે નાચ;
ધૂન કોઇ ગૂનગૂના લે, ગાને તું ગાકે નાચ;
રંગ-એ-દિલોમેં ખોજા, પીકે પીલાકે નાચ;
મદ ભરે નૈનોસે તું નૈના મિલાકે નાચ…
નાચવું એ ચાવી છે, ટેનશનો, દુ:ખો, બોરીયતો, બીબાઢાળ સ્ટાઇલોથી ભરેલા
રૂમમાંથી બાજુનાં આ બધાથી ઘણી જ દૂરની એક વસ્તું એટલે કે ‘બિન્દાસ્તતા’થી ચિક્કાર
ભરેલાં રૂમમાં ખૂલતાં દરવાજાને ખોલવાની..!!
પછી એ નાચવાની કોઇપણ સ્ટાઇલ કેમ ન હોય..તને હલકો કરી દેશે, આઇ
ગેરેન્ટી ઇટૅ. અને એમાંયે આપણાં ગરબા..વાહ…શું વાત જ કરવી એની તો..
નાચ દોસ્ત..નાચ..જાલી રાખ માં ખૂદને.. ઉલળવા દે પગને, અથડાવા દે
હાથને, ઝૂલવા દે તારા તરબૂચ જેવા માથાને, મજા આવશે, સો ટકા આવશે, છલોછલ આવશે.
મને સીક્સ સ્ટેપ બેક વર્ડ નથી આવડતા, મને ટપ્પો નથી આવડતો, મને
ચોકડી-પંચીયું નથી આવડતું..
મને ટીટોળો આવડે છે, મને વંદે-માતરમ્ આવડે છે, મને સનેડામાં ઉલળતાં
આવડે છે..આ બધું તો અમસ્તું, આમાંથી કંઇ જ મેટર નથી કરતું..દે ધનાધન મજા કરતાં આવડે
છે, દોસ્તો, ઘરનાંઓનાં ખભ્ભા પર હાથ મૂકી વારાફરતી પગ ઉલાળતાં આવડે છે, ગમે તે
અજાણ્યાની કમર પર હાથ ટેકવી આમથી-તેમ દોડતી, મોટી બધી ટ્રેનનો એક ડબ્બો બનતાં આવડે
છે…ધીસ મેટર્સ..
ક્યારેક બાજુમાં ઉભેલાની વાતો પણ એ જ્યાં સૂધી આપણા કાનમાં ઘૂસીને ન
બરાડે ત્યાં સુધી ન સંભળાય અને આ મ્યુઝીકમાંથી બહાર આવીએ ત્યાર પછી બે-ત્રણ કલાક
કાનમાં પેલા મમરા બોલ્યે જ રાખતાં હોય એવું કરવામાં પણ વધારે કંઇ ખોટું નથી.
મોટા, એ વાત પણ એટલી જ સાચી છે કે આ બધા સોનામાં જો તારે સુગંધ ભેળવવી
હશે ને તો તારે એવું કંઇક કરવું પડશે કે તું એમ કહી શકે કે તે આ બધું કમાયું છે. ‘કમાયું’
ઇન ધ સેન્સ, તેં રાતનાં નવ થી બારનાં એ ગરબામાં પૂરેપૂરી જલસી કરવાં સવારે આઠથી
રાતનાં આઠ સૂધી મન લગાવીને કામ કર્યું છે.. અને પછી ટ્રસ્ટ મી તને એક એક સ્ટેપ રમવાની
એવી મજા આવશે કે તારી ઉછળાટમાં ન જાણે ક્યાંથી એકાદ ફૂટનો વધારો કેમ થઇ ગયો એ તને
ખૂદને નહીં સમજાય..
બેફામ કામ કર, સતત…સતત બીઝી રે, મોટીવેટ રે, નવું શોધી આવ, અજમાવ, ઘૂંટણ-કોણી
છોલ, સોફરામાઇસીન સાથે જ રાખ અને વચ્ચે-વચ્ચે આ બધું ‘કમાયેલું’ છે એને ઉડાવ,
વાપર… દોસ્તો સાથે, ઘરનાંઓ, સગાઓ-સંબંધીઓ સાથે ‘નાચ’…
ઇંજોય દોસ્ત, ઇંજોય…જિંદગી ગધની મજાની છે…હેપ્પી નવરાત્રી..જય
માતાજી..