જરા ટેઢું

કોને પડી છે..!

એવું નથી કે નહીં હોય, કદાચ હશે જ.
પણ બધાનાં કારણ શોધવાની જરૂર નથી,
ના, હું એવું નથી કહેતો કે કારણ જાણીને આપણે શું કરવું છે?
ના, જાણો કંઇક થવા પાછળ, કંઇક ન થવા પાછળ, શોધાવા પાછળ, આપણા અસ્તિત્વ
પાછળ, કૂદરતનાં અસ્તિત્વ પાછળ, બ્રહ્માંડના નિર્માણ, ડાર્ક મેટર, હેડ્રોન કોલાઇડર,
ડીએનએ, બર્થ કોર્ડ જેવી ભારે-ભારે ચીજોની પાછળનાં કારણોથી લઇને પોપકોર્નનાં ફૂટવા,
બેટરીનાં વારંવાર ઉતરવા, ‘ફટાકા’ને જોઇને ‘લાળ’ પડવા પાછળનાં કારણોને જાણી લો, કંઇ
જ બાકી રાખ મા.
પણ…
પણ ‘ત્યાં’ અટકી જજે…‘ત્યાં’
તો હવે પૂછ, આ ‘ત્યાં’ એટલે વળી ક્યાં? કેટલે?
અરે, વ્હાલા! મને ખબર હોત તો તો ક્યાં વાતમાં ભલીવાર જ હતી!!
મને નથી ખબર કે ક્યાં અટકવું, કેટલે જઇને અટકવું પણ એકાદાની આછી પાતળી
ખબર છે..અને એ છે ક્યારે?
ત્યારે અટકી જજે જ્યારે તને એમ થાય કે સાલ્લું આના કરતાં તો ન’તી ખબર
એ સારું હતું!
મને લાગે છે ત્યાં સુધી આ દુનિયા જેટલા આશ્ચર્યોથી ભરેલી છે એટલાં જ રહસ્યોથી
ભરેલી છે અને રહસ્ય એટલે પડદાની પેલી બાજુ.
મારું માન તો બધા પડદા ન ઉંચક, અમુક વળી ઉંચકી લે, અમુકમાં વળી ચપ્પલ સરખું કરવાનાં બહાને
નીચે વળીને પડદો ઉંચકીને જરાક ડોકું તાણી લે, અમુકની પાછળ તો વળી એમ ને એમ ચાલતાં-ચાલતાં
પવનનાં જોકાને લીધે થોડા હલતાં રહેતાં છેડા વચ્ચેથી દેખાય જશે, અમુકમાં એકાદ જગ્યાએ
જુના થઇ ગયેલા કાપડને લીધે ઉઝરડા એની જાતેજ પડી ગયેલા હશે જેમાંથી આરામથી પેલી
બાજુનું દેખાતું હશે, અમુકને તો બીજા ઉંચકવા જતાં હોય તો એમને પણ ભગાડી દે…
અને આ બધાથી હટકે, જો એક પછી એક પડદાઓ ઉંચકતો જ જઇશ તો આવા પડદાઓની તો
લાઇન લાગી છે..જા ઉંચકતો જ જા, ઉંચકતો જ જા… કોણ રોકે છે, કોને પડી છે..whatevs..!