પરે સાવ

કોરું કરવું છે

કંઇક આડું-અવડું નાખો,
જે અને તે લાવી-લાવીને ઠાલવો,
કોરા દિમાગને ગમે-તેમ બસ ભરો,

કોઇએ ધર્મ,
મર્મ કોઇએ,
કોઇએ સ્વધર્મ,
અધર્મ કોઇએ,
કોઇએ કર્મ,
બેશર્મ કોઇ વળીએ,

કોઇએ કિતાબ,
બેહિસાબ કોઇએ,
કોઇ વળી પિશાચ,
નિનાદ કોઇએ,
કોઇએ તો જીરાફ,
કિરતાલ કોઇએ,

કોઇએ ચળકાટ,
નવજાત કોઇએ,
કોઇએ કિલકાર,
નરી બબાલ કોઇએ,
કોઇએ તીન-તાલ,
કિરપાણ કોઇએ,

ભર્યુ,
ભર્યે જ કર્યું,
સમાયું એટલું ભર્યું, ન સમાયું એટલું ભર્યું,
કમાયું એ ભર્યુ, બીજાનું કમાયુંએ ભર્યું,
કર્યું એ ભર્યું, ન કરવાનું કરીને એ પણ ભયું,
ભર્યુ,
ભર્યે જ કર્યું,

હવે-
?
હવે, કોરું કરવું છે.