સપ્તરંગી

લે, આટલું નથી આવડતું..!?

લાક્ષણિકતા
એવી તો વિકસાવું
ન ડૂબું ન તરું
વિશાળતાને
પામું, સોયનાં નાકે
આરપાર લસરું
ફક્કડ બની
ભાટકું, ફીકરમાં
રાત-દિ’ જાગું
ફૂલ-પાંદડી
પથરાવું, પથ્થરો-
ઇંટો ઉગામું
ઉજાળું-ઉખાળું
પંપાળું-રંજાળું
જીવતાં નથી
આવડતું- સ્વિકારું
કે દંભે જ રાચું?