ચોખ્ખું ચટ્ટ

let’s have some

ક્યારેક સાંભળ્યું હશે કદાચ તેં, ‘સંતોષી નર સદા સુખી’, એટલે કે જો
વ્યક્તિને સંતોષ હશે તો એ હંમેશા સુખી રહેશે. આપણા વડવાઓ, મોટેરાઓ પોતાનાં અનુભવ
પરથી આ કહી ગયા.
સાવ કરતાં સાવ સાચી વાત. સત પ્રતિશત(*) .
અહીંયા એક નાનકડી *(ફૂદડી) છે, કેમ?
આ પેલી ‘શરતોને આધીન’ વાળી જ ફૂદડી છે. એટલે એમ કે ‘સંતોષી નર સદા
સુખી’ વાત અમુક શરતો આધીન સત પ્રતિશત સાચી છે. આ વળી કઇ શરત?
શરત એ કે આપણા વડવાઓ અને તારી અંદર ‘સુખ’ માટેની પરિભાષા, વ્યાખ્યા એક
હોવી જોઇએ. તું પણ એ જ વસ્તુંથી ખુશ થતો હોવો જોઇએ જે વસ્તુથી એ સુખી થતા, તને પણ એવી
વાત પર જ હસવું આવતું હોવું જોઇએ જેવી વાત પર એમને હસવું આવતું..
દોસ્ત એક વાત યાદ રાખજે દરેક વસ્તુંની એક્સાપાઇરી છે. તારી, મારી,
કહેવતોની, સમજોની, સરહદોની, દુશ્મનોની, પસંદગીની, નાપસંદગીની, વ્હાલની, લાડની
દરેકની.. કંઇ જ હંમેશા નથી રહેતું, એક સમયે એક વાત સૂર્યના પૂર્વમાંથી ઉગ્યા જેવી
સાચી હતી તો એક સમયે એજ ખબર નો’તી કે આ માથે, ધગધગતો ફર્યા કરે છે એને સૂર્ય
કહેવાય અને એ જ્યાંથી ઉગે છે એ પૂર્વ દિશા કહેવાય.
સમય ફરે છે એમ સમજ ફરે છે, દોસ્ત ફરે છે, ટેસ્ટ ફરે છે, શૂઝને સાઇઝ ફરે
છે, સાયકલની સીટ ઉંચકે છે, ન ગમતાં ગીતો ગમે છે, બાઇક ધીમે..ધીમે..ધીમે.. ચલાવવું
ગમે છે.
તો વડવાઓએ જે કીધું એ સોનું…પણ આજે તને અને મને ડાયમંડ ગમે છે. હું
એમ નથી કહેતો કે એ બધી જૂની સમજો સામે બંડ પોકારો, એને જડ-મૂળથી કાઢીને ફેકી દો,
આજે એ દિવસ આવી ગયો છે જ્યારે માથેને માથે ઘૂંટવા કરતા પાટીને કોરી કરીને આપણી
જાતે કંઇક લીટોડીયા કરીએ..
ના, આવું કંઇ તેજાબી ભાષણ મારે નથી ઠોકવું, હું તો બસ એટલું કહું કે
જૂનું હંમેશા સોનું હતું અને રહેશે, તારે એમાંથી જેટલું લેવું હોય એટલું લઇલે અને
એને ઓગાળી નવો ઘાટ આપ, નવા મીના જડ એના પર, વચ્ચે-વચ્ચે ચાર-છ વ્હાઇટ ડાયમંડ લગાવ.
ઘણી વાર, અમુક વાતના ટોનને વ્યક્ત કરવા માટે અમુક શબ્દ બિલકુલ પરફેક્ટ
ફીટ બેસી જાય છે અને એ એટલા ફીટ હોય છે કે એના માટે બીજી કોઇ ભાષાનો એના જેવો જ
શબ્દ પણ એની જગ્યાએ ફીટ ન બેસી શકે અને અહીંયા મારે જે વાત કરવી છે એનાં માટે શબ્દ
છે, ‘CRAVE’
એક જાતની ભૂખ રાખ તારામાં, કંઇકને કંઇક કરવાની ભૂખ, કંઇક મેળવ્યું,
બહું સરસ. ચાલ હવે એનાંથી આગળનું કંઇક તાક અને એને વીંધવા લાગી જા; સંતોષ?? ઇ વળી
કઇ ચકલી…
CRAVE
– FEEL A POWERFUL DESIRE OF…ઓક્સફોર્ડ ડિક્શનરી કહે છે.
So,
let’s have some CRAVE…