ધક્કો મારશે

‘Liberal Arts’

એક આઇડીયા આવ્યો; મુવી જોયું ‘લીબરલ આર્ટસ્’, ત્યાંથી આઇડીયા આવ્યો.

મને શું લાગે છે ખબર છે, ખુશી, ઉત્સાહ, મજા આ બધું તકલીફ, દુ:ખ,
મુસીબત કરતાં વધારે જોખમી છે.

કેમ?

તું મને કહે, દુ:ખ આવે તો રડાય, મુસીબત આવે તો ભગાય, તકલીફ પડે તો
લડાય, કોઇકની મદદ લેવાય, કાંઇક રસ્તા કઢાય, બીજીની ઉપર ઢોળાય, એક લફળાને થાળે પાળતાં
બીજામાં ઘૂસી જવાય, બહું એવું લાગે તો ટ્રેનની આડે પણ પડાય…

જ્યારે દુ:ખો, તકલીફો, મુસીબતો આવે ત્યારે ઢગલામોઢે વસ્તું છે જે કરી
શકાય.

પણ એકવખત વિચારી જો- ખુશી, ઉત્સાહ, મોજ આવે ત્યારે શું-શું કરી શકાય?

હંમ…હં..!

હવે બોલ છે ને આ ખુશી જોખમી ચીજ!

જ્યારે મોજ આવે ત્યારે ખાલી ઠેકડા મરાય અને જોર-જોરથી હસી શકાય કે પછી
વધી-વધીને દોસ્તો-વ્હાલાઓ સાથે પાર્ટી કરી શકાય…બસ..!

પણ જેમ એક્સ્ટ્રીમ તકલીફમાં ટ્રેન વાળો ઓપ્શન હતો એમ એક્સ્ટ્રીમ ઉત્સાહમાં
છે કંઇ??

મારા ધ્યાનમાં તો નથી આવતો..!? આવે છે તારા ધ્યાનમાં..!?

જેમ આ મુવીને જોઇને એ મારામાં ઘૂસી ગઇ અને હું આ લખવા બેસી ગયો એમ જો
ક્યારેક ક્યાંકથી આનાથી પણ વધારે મજા મારામાં ઘૂસી ગઇ તો મારે શું કરવાનું??

મને લાગે છે હું ફુટી જઇશ…કોઇ પાતળા પ્લાસ્ટીકનાં વધારે ફુલવેલા
ફુગ્ગાની જેમ..તને શું લાગે છે?