બસ એમ જ

લો, બોલો..હવે શું કરવું આવાનું!

ઘણી વખત એમ થાય કે, આજે તો આવડું મોટું વિશ્વ દરેક પાસે છે જેને
પ્રેમથી બધા ‘ઇન્ટરનેટ’ કહે છે અને એ વિશ્વમાં પોતાની પસંદનાં સોશ્યલ હબ્સ પણ
ખાસ્સા આરામથી બધાની પહોંચમાં છે. મને પેઇન્ટીંગ ગમે છે અને તને પણ પેઇન્ટીંગ ગમે
છે તો તું પછી દુનિયાનાં ગમે તે છેડામાં હો પણ તું મારાથી એટલો વધારે દુરતો નહીં જ
હોય શકે, મને લખવું પસંદ છે તો જો તને પણ લખવું પસંદ હશે તો મારી પહોંચમાં જ હશે,
પછી ભલે તું હોરર સ્ટોરી જ લખતો હશે અને મારી ભૂતનાં નામ માત્રથી જ ફાટી પડતી હશે!
આજે કામને પ્રોત્સાહન મળી રહે છે, કામની અને જે-તે કામને કરનારની
સરાહનાં થઇ શકે છે, આજે લોકોનું કામ આરામથી સરહદનાં સિમાડા વટાવી શકે છે,
સંસ્કૃતિનાં બંધનને પેલે પાર જઇ શકે છે.
પણ જેમ લખવાની શરૂઆત કરી એમ, મને ‘જે’ ઘણી વખત થાય છે એ ‘આ’ નથી. તો
પછી ‘એ’ છે શું?
એ આજની વાત નથી. એ વાત છે ગઇકાલની! એવા ગઇકાલની કે જ્યારે ડિક્શનરીમાં
કે ડીરેક્ટરીમાં કંઇક શોધવાં માટે ‘સર્ચ ઇટ’ શબ્દ વપરાતો નહીં કે ‘ગુગલ ઇટ’, એ
ગઇકાલની જ્યારે પેલાં પ્લેબોયનાં ‘સસલાનાં કાન’ જેણે જોઇ લીધા હોય એને અપ્સરાઓનો
સ્વામી ‘ઇન્દ્ર’ ઘોષીત કરી દેવામાં આવતો, નહીં કે આજની જેમ કે જ્યાં કેટેગરી વાઇઝ સાઇટ
પર બધું ‘વ્યવસ્થીત’ મળી રહે, એ ગઇકાલની જ્યારે રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ,
મરીઝ, કલાપી, મનોજ ખંડેરીયા, ‘શૂન્ય’ પાલનપૂરી, મનુભાઇ ‘દર્શક’ પંચોળી પોતાનાં
લખાણથી સોંસરવા અંદર ઉતરી જતાં નહીં કે ટેગ કરી-કરીને પોતાની લખેલી ચાર લાઇને
પરાણે લાઇક કરાવતાં!
તો આજે પાંચ-છ દિવસનાં બ્રેક પછી જ્યારે લખવા બેસું છું ત્યારે થાય છે
કે જો હું ગઇકાલમાં હોત તો આજની આ લાઇક અને ટ્વીટૅની દુનિયા વગર પણ આવું અને આટલું
અને આવું લખી શક્યો હોત?
હા, મને ખબર છે કે હું આની પહેલા ઘણી વખત કહી ગયો છું કે હું ફક્ત
મારા માટે જ લખું છું પણ એ વાત પણ એટલે જ સાચી છે કે જ્યારે પણ મારા બ્લોગનાં એડમીન
સાઇડનું હોમ પેઇજ ખૂલે ત્યારે સૌ પહેલાં મારી નજર પેઇજ વ્યુઝ પર જ સ્થીર થાય છે
અને મનમાં આપોઆપ ગણતરી થઇ જાય છે કે ગઇકાલ કરતાં આજનાં હીટ્સમાં કેટલો વધારો થયો!
અત્યારે મને મારો ગોળી અને ગઇકાલનાં એ ખેંરખાંઓની વાત કરીએ તો એ બધાંમાં
કેટલું ધીરજ, ખંત અને પોતાનાં કામ પ્રત્યેનો લગાવ અને પ્રેમ હશે કે તેઓ વિના કોઇ ઇન્ક્રીઝ/ડીક્રીઝ
થતાં લાઇક કે પેઇજ વ્યુઅર્સની લાલચ કે ચિંતાનાં કોઇ જ જાતનાં અસ્તિત્વ વિનાં
પોતાનું કામ કરતાં રહ્યા..
બાય ધ વે..ઉપરા-ઉપરી થોડા દિવસ કંઇ ન લખાય તો પેઇજની વિઝીટ કરવાનું
બંધ શાનું કરી દે છે તું, હેં!? બધા 157 આર્ટીકલ રીડ કરી લીધા છે તેં? નહીં ને..તો
જૂના રીડ કરને ભૈ’સાબ..(લો, બોલો….