જરા ટેઢું

‘માછલી’

‘ગો ગ્રીન’ માંસાહાર છોડો; શરીર પર એકે કપડા વગરની, ત્રણ લીલા
કાબીચનાં પત્તા ચીપકાવેલી ફૂટડીઓ ફોટોશૂટ કરવા લાગી જાય, ચાઇનામાં શાર્કનાં ફીન
અને વાઘનાં નખથી બનતી દવાનું ઉત્પાદન બંધ કરાવવા એન.જી.ઓ.નાં થપ્પા લાગી જાય,
ઓઝોનનાં સ્તરમાં ગાબડાં અને નોર્થ-સાઉથ પોલમાં બરફનાં નક્કર મેદાનોમાં પડેલી એકાદ
તીરાડ પર મેગેઝીનની-મેગેઝીનો ભરાવા લાગી જાય.
એક વખત જરાક ઇતિહાસ તપાસી જો, તારા મૂળીયા સુધી લંબાઇ જો અને પછી કહે
કે આજે તું જે હરી-ભરી ડાળ પર મજાનું તાજું ફળ બની લટકી રહ્યો ત્યાં સુધીનો સફર
કેવો રહ્યો છે.
ફેઇસ ઇટ, આપણે કોઇ દૂધનાં ધોવાયેલા નથી; તું પણ એ સોનું વટથી પહેરીને
દેખાડો કરે છે, જેની એક પથ્થરની કાંકરીથી લઇને અત્યારનાં એનાં ઘાટ સુધીની બનાવટ પાછળ
ન જાણે કેટલા લોકો એ કાળો, રાતો અને ખારો પરસેવો પાડ્યો છે, તું પણ એ ચામડાનાં
બેલ્ટ, સૂઝ, વોલેટ, મોબાઇલ બેગ ટેકન એઝ ગ્રાન્ટેડ સમજીને વાપરે છે જે ક્યારેક
શ્વાસ લેતા અને ધબકતાં શરીરનો એક ભાગ હતાં, તું પણ એ ચીઝ, પનીર, મીલ્ક શેક ચટ્ટાકા
સાથે આરોગે છે જેમાં વપરાતું દૂધ કોઇક જીવનાં બચ્ચાનાં મોઢેથી છીનવાયેલું છે.
દોસ્ત, ઇંડાની લારી પાસેથી પાસ થતી વખતે એ બાજુથી મોં ફેરવી લઇને, નાક
પર ત્રીસ સેકંદ પૂરતી આંગળીઓ દબાવીને આગળ ચાલ્યે ગયે કંઇ વળતું નથી, કૂદરતનો નિયમ
છે, જ્યારે કંઇક ધબકે છે ત્યારે કંઇક શાંત થઇ જાય છે અને આમ કરવા માટે કૂદરત પણ
મજબૂર છે કેમ કે જ્યારે તમારે કોઇ એવું એક ‘સર્કસ’ ચલાવવું છે જે ક્યારેય, આઇ મીન લીટરલી
ક્યારેય પણ બંધ ન થવાનું હોય તો પછી એમાં ક્યાંય કોઇ બબલ આવે એ વાતને કોઇ ઓપ્શન જ
નથી રહેતો.
તું અને હું અત્યારે આ સર્કસનો ધબકતો પાર્ટ છીએ, ગઇકાલે કયો પાર્ટ
હતાં, આવતીકાલે કયો પાર્ટ બનશું એ યાદ રાખવાની કે જાણવાની જરૂર નથી. તો ક્યારેય
એવું લાગે કે તું જે કંઇ પણ કરે છે એ બીજા માટે કરે છે અથવા પે બેક ઓર રીટર્ન
ગિફ્ટ જેવી કોઇ ફિલીંગ આવે તો યાદ રાખજે કે, it isn’t  possible કેમ કે મોટી
માછલીને મોટી રહેવું જ પડે નહીં તો એને નાની માછલીઓ તંગ કરી નાખશે અને મોટી
માછલીને મોટી રહેવા માટે શું કરવું પડશે એની તો તને ખબર જ હશે.. કેમ કે તું, ‘માણસ’,
તારી જાતે જ એક મોટી માછલી છે..!